જમ્યા પછી થાળીમાં હાથ ધોઇને તમે દરિદ્રતાને સામેથી આપી રહ્યા છો આમંત્રણ, જાણો કેમ?

સ્પેશિયલ ફિચર્સ

Mumbai: જીવન જીવવા માટે ભોજન ખૂબ મહત્વપૂર્ણ છે અને અન્નનું અપમાન એટલે ઇશ્વરનો અનાદર. શાસ્ત્રો અનુસાર જે ઘરમાં અન્નનું અપમાન થાય છે ત્યા માતા અન્નપૂર્ણા અને દેવી લક્ષ્મી વિરાજમાન થતા નથી. ધન-ધાન્યના ભંડાર ખાલી થઇ જાય છે. સનાતન ધર્મમાં દરેક કામને યોગ્ય રીતે કરવા માટેના નિયમ બનાવવામાં આવ્યા છે. એવી જ રીતે ભોજન સંબંધિત કેટલાક નિયમોનો ઉલ્લેખ પણ શાસ્ત્રમાં છે. આનું પાલન કરવાથી ઘરમાં કયારેય અન્નની અછત થશે નહીં.
અન્નનો દરેક દાણો સન્માનનીય છે. લોકોની આદત હોય છે કે જમ્યા બાદ તેઓ થાળીમાં જ હાથ ધોઇ નાખે છે. વાસ્તુ અનુસાર આ અશુભ હોય છે. માન્યતા છે કે થાળીમાં એઠા હાથ ધોવાથી અન્નના જે બચેલા કણ હોય છે તેનુ અપમાન થાય છે. આમ કરવાથી ધરમાં દરિદ્રતા આવે છે.
જે અન્નનું મહત્વ સમજતો નથી તે પાપનો ભાગીદાર બને છે. થાળીમાં જમવાનુ એટલુ જ લેવુ જોઇએ જેટલુ ખાઇ શકીએ. માન્યતા છે કે થાળીમાં જમવાનું એઠુ મુકવાથી ઘરમાં બરકત રહેતી નથી. થાળીમાં એઠુ ભોજન રાખી મુકવાથી અન્નની બરબાદી થાય છે, જેનાથી માતા અન્નપૂર્ણા નારાજ થઇ જાય છે.

શાસ્ત્રો અનુસાર ભોજન પીરસતી વખતે થાળીમાં એકસાથે ત્રણ રોટલીઓ રાખવી અપશુકન માનવામાં આવે છે. માન્યતા છે કે ત્રણ રોટલીવાળી થાળી મૃતકોને સમર્પિત હોય છે. જે વ્યક્તિનું મૃત્યુ થઇ જાય તેમના નામની થાળીમાં ત્રણ રોટલી રાખવામાં આવે છે. તેના ત્રયોદશી સંસ્કાર પહેલા મૃતકોને ભોગ લગાવવા માટે ત્રણ રોટલી રાખવામાં આવે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.