વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં હાજર વસ્તુઓમાંથી સકારાત્મક કે નકારાત્મક ઉર્જા પેદા થાય છે અને એટલે જરૂરી છે કે કોઈ પણ વસ્તુ રાખતા પહેલા દિશાનું ધ્યાન રાખવામાં આવે જેથી વાસ્તુ દોષ ન આવે.
આપણામાંથી ઘણા લોકોને એક સામાન્ય ફરિયાદ હશે કે આટલી મહેનત કર્યા પછી પણ પૈસાની તંગી વર્તાય છે. તો આજે આપણે અહીં આ ફરિયાદ વિશે જ વાત કરીશું અને જાણીશું કે કઈ રીતે નાના મોટા ફેરફારો કરીને આપણે આપણી આ સમસ્યાનો અંત આણી શકીએ છીએ.
વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, કેટલીક વાર આ સમસ્યા પૈસા રાખવાની જગ્યાના કારણે પણ ઉદ્ભવે છે. આવી સ્થિતિમાં જાણી લો કે કબાટમાં કઈ કઈ વસ્તુઓ રાખવાથી દેવી લક્ષ્મીની અસીમ કૃપા બની રહે છે…
કપડા મૂકવાની યોગ્ય દિશા
વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કપડા હંમેશા દક્ષિણ તરફની દિવાલને અડીને જ રાખવા જોઈએ અને કબાટનો દરવાજો જ્યારે ખોલો ત્યારે તે ઉત્તર દિશામાં જ દરવાજો ખૂલવો જોઈએ. આ ટોટકાથી ધનની સાથે સુખ-સમૃદ્ધિ પણ પ્રાપ્તિ થાય છે.
યંત્ર રાખો
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઐશ્વર્ય વૃદ્ધિ યંત્રને કબાટ કે તિજોરીમાં સ્થાપિત કરી શકાય છે. આ યંત્રની વિધિવત પૂજા કર્યા પછી યંત્રને લાલ રંગના સ્વચ્છ કપડામાં બાંધીને કબાટમાં મૂકી રાખો, આવું કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે.
સોપારી
વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર શ્રીફળને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને એ જ રીતે સોપારીને ભગવાન ગણેશજીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ જ કારણસર હંમેશા કબાટ કે તિજોરીમાં સોપારી મૂકી રાખો. આ ઉપાયથી તમારી નાણાંની તંગી ઓછી થશે.
ભોજપત્ર
હિંદુ ધર્મમાં ભોજપત્રને ખૂબ જ શુભ માનવામાં આવે છે. સ્વચ્છ અખંડ ભોજપત્ર લો અને ત્યાર બાદ એક વાસણમાં થોડું ગંગાજળ લો. હવે તેમાં લાલ ચંદન નાખીને ઓગાળી લો અને આ પછી મોરના પીંછાની મદદથી ભોજપત્રમાં ‘શ્રી’ લખો. હવે આ ભોજપત્રને તિજોરીમાં કે કબાટમાં મૂકી રાખો.
હળદર
હળદરને હિંદુ ધર્મમાં શુભ વસ્તુઓમાંથી એક માનવામાં આવે છે. સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય માટે પીળા રંગના કપડામાં હળદર, ગૌરી, ચાંદી અને તાંબાના સિક્કો બાંધીન લો. હવે પોટલીને કબાટ અથવા તિજોરીમાં રાખી મૂકો.