હુબલીની હોટેલમાં વાસ્તુ એક્સપર્ટ ચંદ્રશેખર ગુરુજીની હત્યા, અનુયાયી બનીને આવ્યા હતા હત્યારા

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

કર્ણાટકના હુબલીમાં ‘સરલ વાસ્તુ’ એક્સપર્ટ ચંદ્રશેખર ગુરુજીની એક હોટેલમાં મંગળવારે ચાકૂ મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસને આશંકા છે કે હોટેલમાં તેઓ કોઇને મળવા ગયા હતા. ચંદ્રશેખર ગુરુજીની હત્યા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. વીડિયોમાં જોઇ શકાય છે કે હોટેલના રિસેપ્શન પર ચાકૂ મારીને તેમની હત્યા કરવામાં આવે છે. એમના પર હુમલો થતા ત્યા હાજર લોકો ભાગી જાય છે. પોલીસે હત્યારાઓની શોધખોળ કરવાનું શરૂ કરી દીધુ છે. ચંદ્રશેખરે તેમની કારકિર્દી એક કોન્ટ્રાકટર તરીકે શરૂ કરી હતી. પછી મુંબઈમાં તેમને નોકરી મળી ગઇ. એ પછી તેમણે વાસ્તુનુ કામ શરૂ કર્યું હતું. જાણકારી અનુસાર ચંદ્રશેખરની હત્યા આશરે બાર વાગ્યે થઇ હતી. પોલીસનું કહેવુ છે કે બે લોકો તેના અનુયાયીના રૂપમાં આવ્યા હતા અને પછી ચાકૂથી તેમના પર હુમલો કર્યો હતો. હત્યા બાદ તેઓ બંને ફરાર થઇ ગયા હતા. હત્યાના કેસની બધા એન્ગલથી પોલીસ તપાસ કરી રહી છે. તપાસમાં સીસીટીવી ફૂટેજની મદદ લેવાઇ રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.