સરકારી શાળાની વાત કરીએ તો આપણને હંમેશા એક જ ફરિયાદ રહેતી હોય છે કે આ શાળાઓમાં શૈક્ષણિક દરજ્જો એકદમ નીચો હોય છે અને બીજી બાજું આપણે પ્રાઈવેટ અને કમર્શિયલ કોન્વેન્ટ શાળાઓમાં બાળકોને ભણાવવા માટે ધૂમ ખર્ચો કરીએ છીએ.
પરંતુ આજે આપણે અહીં જે શાળાની વાત કરવાના છીએ એના પરથી એટલું તો સાબિત થઈ જ થશે કે કંઈ પણ થઈ જાય, સરકારી શાળાઓ જ બેસ્ય હોય છે. જી હા, આ અનોખી શાળા છે વાશિમમાં અને મજાની વાત તો એ છે કે આ શાળા માત્ર એક જ વિદ્યાર્થી માટે ભરવામાં આવે છે. એટલું જ નહીં અન્ય સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓની જેમ બધી જ સુવિધા આ વિદ્યાર્થીને પૂરી પાડવામાં આવે છે.
વાશિમ જિલ્લાના ગણેશપુર ગામમાં આ શાળા આવેલી છે. ગામની વસતી 150 લોકોની છે અને માત્ર એક જ વિદ્યાર્થીએ જિલ્લા પરિષદની આ શાળામાં એડમિશન લીધું છે. છેલ્લાં બે વર્ષથી એક જ વિદ્યાર્થી આવતો હોવા છતાં આ શાળા દરરોજ તેના માટે ભરવામાં આવે છે.
વિદ્યાર્થીની જેમ શાળામાં શિક્ષક પણ એક જ છે અને એમનું નામ છે કિશોર માનકર. કિશોર જ શાળાના આ એકમાત્ર વિદ્યાર્થીને બધા વિષયો ભણાવે છે અને તેને સરકાર દ્વારા આપવામાં આવતી બધી જ સુખ-સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, જેમાં મિડ-ડે મિલનો સમાવેશ પણ થાય છે.
સવારે 10.30થી બપોરે 12 વાગ્યા સુધી આ શાળા ભરાય છે અને તેમાં બધા જ નિયમોનું પાલન કરવામાં આવે છે. શાળાની શરુઆત રાષ્ટ્રગીતથી થાય છે અને આ વિદ્યાર્થીઓને બધા વિષયો ભણાવું છું, એવું કિશોર માનકરે વધુમાં જણાવ્યું હતું.