વસઇ-વિરારમાં મેટ્રો માટે સ્થાનિક રહીશોની માંગણી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈ થાણા અને તેના આસપાસના ક્ષેત્રોમાં લોકોને રસ્તાઓ પર ટ્રાફિક જામ, લોકલ ટ્રેનોમાં વધતી જતી ભીડ જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓના ઉકેલ માટે વસઈ-વિરાર વચ્ચે મેટ્રો લાઈન માટે મંજૂરીની માંગણી ત્યાંના સ્થાનિકો કરી રહ્યા છે.

વસઈ-વિરારમાં લાખો લોકોની વસ્તી છે અને એ વસ્તી દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. વસઇ-વિરારના લાખો લોકો પ્રવાસ માટે લોકલ ટ્રેનનો ઉપયોગ કરે છે. તે ઉપરાંત રસ્તા પર પણ ટ્રાફિક ઘણો વધુ રહે છે.
આ માટે વિરાર-વસઈ બેલ્ટના રહેવાસીઓ હવે મેટ્રો સુવિધાની માંગણી કરી રહ્યા છે ભૂતકાળમાં તેમણે દેવેન્દ્ર ફડણવીસની સરકાર સામે પણ પોતાની આ સમસ્યાની રજૂઆત કરીને મેટ્રો લાઈન માટે માંગણી કરી હતી. હવે શિંદે સરકાર તરફથી વસઈ-વિરાર બેલ્ટમાં મેટ્રો પ્રોજેક્ટની મંજૂરી મળે તેવી અપેક્ષા અહીંના રહેવાસીઓને છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.