મુંબઈઃ વસઈ-વિરારવાસીઓની પાણીની સમસ્યા ટૂંક સમયમાં જ દૂર થવાની છે. એમએમઆરડીએ દ્વારા સૂર્યા પ્રાદેશિક પાણી પુરવઠા યોજનાનું કામ પૂરઝડપે હાથ ધરવામાં આવ્યું છે આ પ્રકલ્પની મદદથી નાગરિકોને પીવાના પાણીનો પુરવઠો કરવામાં આવશે. આ પ્રકલ્પના પહેલાં તબક્કાની ટેસ્ટ માર્ચ, 2023માં કરવાની યોજના છે. આ પહેલાં તબક્કામાંથી વસઈ-વિરાર શહેર મહાનગરપાલિકાને 18.5 કરોડ લીટર ક્ષમતાથી પાણી પુરવઠો કરવામાં આવશે. વસઈ-વિરાર પરિસરના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે એ હેતુથી એમએમઆરડીએ 40.3 કરોડ લિટર ક્ષમતાનું જળ શુદ્ધિકરણ કેન્દ્ર ઊભું રહ્યું છે.
આ પ્રકલ્પનું કામકાજ પૂરઝડપે ચાલી રહ્યું હોઈ આ પ્રકલ્પ હેઠળ કુલ 88 કિલોમીટરની પાઈપલાઈન નાખવામાં આવી રહી છે. એટલું જ નહીં આ પ્રકલ્પમાં બે ટનલ હશે જમાંથી મેંઢવણખિંડ ટનલનું કામ પૂરું થઈ ગયું હોઈ તુંગારેશ્વર ટનલનું કામકાજ ચાલી રહ્યું છે. પ્રકલ્પના પહેલાં તબક્કાનું 95 ટકા પ્રગતિના પંથે હોઈ આખા પ્રકલ્પનું 82 ટકા કામ પૂર્ણતાને આરે છે.
સૂર્યા પ્રકલ્પ એમએમઆરડીએના મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પમાંથી એક છે, કારણ કે મૂળભૂત સુવિધાઓ વિકસાવવાની સાથે સાથે જ એમએમઆરડીએ મુંબઈ મહાનગરના પશ્ચિમ-ઉપ પ્રદેશ માટે પહેલો પાણી પુરવઠા પ્રકલ્પ સાકાર થવા જઈ રહ્યો છે .
આ પ્રકલ્પના પહેલાં તબક્કામાંથી માર્ચ, 2023માં વસઈ-વિરાર શહેર મહાનગરપાલિકાને પાણી પુરવઠો કરવામાં આવશે. બીજા તબક્કામાં મીરા-ભાયંદર મહાનગરપાલિકાને આગામી કેટલાક મહિનામાં 21.8 કરોડ લિટર પાણી પુરવઠો પૂરો પાડવામાં આવશે, એવી માહિતી એમએમઆરડીએના વરિષ્ઠ અધિકારીએ આપી હતી.
આનંદો, વસઈ-વિરારવાસીઓ માટે આવી રહ્યા છે ગુડ ન્યુઝ
RELATED ARTICLES