Homeફિલ્મી ફંડાઆ ગંભીર બીમારીથી ઝઝૂમી રહ્યો છે વરુણ ધવન

આ ગંભીર બીમારીથી ઝઝૂમી રહ્યો છે વરુણ ધવન

બોલીવૂડ એક્ટર વરુણ ધવન તેની આગામી ફિલ્મ ‘ભેડિયા’ને લઈને ચર્ચામાં છે ત્યારે એક ઈવેન્ટ દરમિયાન પોતાની બીમારીને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો.

વરુણે પોતાની બીમારી વિશે જણાવ્યું કે તે વેસ્ટિબુલર હાઇપોફંક્શન નામની બીમારી સામે ઝઝૂમી રહ્યો છે. કોરોના બાદ ફિલ્મોને લઈને વધુ પ્રેશન આવતું હતું. છેલ્લી ફિલ્મ ‘જુગ જુગ જીયો’માં વધુ મહેનત કરવાને કારણે વેસ્ટિબુલર હાઇપોફંક્શન નામની બીમારીનો ભોગ બન્યો છે, એને કારણે તે માનસિક રીતે તનાવમાં આવી ગયો હતો.

વેસ્ટિબુલર હાઇપોફંક્શન એક પ્રકારની બીમારી છે, જે કાનની અંદરના ભાગમાં હોય છે. હ્યુમન શરીરમાં વેસ્ટિબુલર સિસ્ટમ હોય છે, જે કાન, આંખ અને સ્નાયુઓને કંટ્રોલમાં રાખે છે. જો કોઈને આ ડિસઓર્ડર થાય તો દર્દીના મગજ સુધી મેસેજ પહોંચાડવો મુશ્કેલ બને છે, એનાથી બ્રેન હેલ્થ પર પણ અસર પડે છે.

RELATED ARTICLES

Most Popular