કરનના ચેટ શોમાં વરુણ ધવન અને અનિલ કપૂરે પરિણીત પુરુષોને આપી સ્માર્ટ ટિપ્સ

ફિલ્મી ફંડા

ફિલ્મ મેકર કરન જોહરના ચેટ શોમાં હવે અનિલ કપૂર અને વરુણ ધવન જોવા મળશે. આ એપિસોડમાં વરુણ તેના ચાહકોને વેડિંગ ટીપ્સ આપશે. વાત વાતમાં વરુણે કહ્યું હતું કે, જો હું મારી પત્ની નતાશાને દગો આપીશ તો મારો ડોગી ભોંકવા લાગશે અને તેને બધુ જણાવી દેશે.
અનિલ કપૂરે પણ ગણાવ્યું કે, તમારે પોતાની પત્નીના વખાણ કરવા પડશે અને એવા કામ કરવા પડશે જેથી તેને ખુશી મળે. તમારે એ વિચારવું પડશે કે તે તમને કેવી રીતે ખુશ રાખે છે. શોમાં બંને કલાકારોએ પરિણીત પતિને થતી પ્રોબ્લેમ્સના સોલ્યુશન આપ્યા અને સ્માર્ટ ટીપ્સ પણ આપી હતી.


રેપિડ ફાયર રાઉન્ડમાં અનિલ કપૂરને સવાલ પૂછવામાં આવ્યો હતો કે એવી કઈ ત્રણ ચીજો છે જે તમને યંગ ફીલ કરાવે છે ત્યારે તેના જવાબમાં અનિલ કપૂરે કહ્યું સેક્સ, સેક્સ અને સેક્સ. આ જવાબ સાંભળીને વરુણ પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતોય આટલો બોલ્ડ જવાબ આપ્યા બાદ અનિલે યુટર્ન લેવામાં મોડું ન કર્યું, તેમણે પછી કહ્યું હતું કે, આ બધુ સ્ક્રિપ્ટેડ છે.
કરને જ્યારે વરુણને પૂછ્યું હતું કે, સેફ્લી પર્સન, ગોસિપિંગ, ખોટી સ્ક્રિપ્ટની પસંદગી કરવાવાળો, અજાણ્યા સાથે ફ્લર્ટ કરનારો કોણ છે. ત્યારે તેના જવાબમાં વરુણે અર્જુન કપૂરનું નામ લીધું હતું.
નોંધનીય છે કે અનિલ કપૂર અને વરુણ ધવન જુગ જુગ જિયો ફિલ્મમાં એક સાથે જોવા મળી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.