વિજ્ઞાનમાં અને ખગોળવિજ્ઞાનમાં વિવિધ અનેરા યુગો

ઉત્સવ

બ્રહ્માંડ દર્શન -ડો. જે. જે. રાવલ

ખગોળવિજ્ઞાનમાં પ્રથમયુગ ભારતીય મનિષીઓએ નંબર સિસ્ટમ અને બ્રહ્માંડમાં અંતર માપવાની મેઝરિંગ ટેઈપ શોધીને શરૂ કર્યો.
ખગોળવિજ્ઞાનમાં બીજો યુગ આર્યભટે પાઈ (ા) અને ખગોળક્ષેત્રે ઘણી શોધો કરીને, વરાહમિહીરે મહિનાની શરૂઆતને પંદર દિવસ આગળ કુદાવીને, ભાષ્કરાચાર્યે ગુરુત્વાકર્ષણ વિષે પોતાના પ્રાથમિક વિચાર આપીને, કેલ્ક્યુલસ અને પરમ્યુટેશન – કોમ્બિનેશનની શોધ કરીને, ખગોળજ્ઞ મુંજાલે વસંતસંપાતબિન્દુ પશ્ર્ચિમ તરફ ખસવાની ક્રિયાનું ૨૫૬૦૦ વર્ષનું ચક્ર છે વગેરે શોધોએ શરૂ કર્યો. આ યુગમાં પાંચમી સદીથી બારમી સદી થયેલી ખગોળવિજ્ઞાનની શોધોની શ્રૃંખલા હતી. છેક તેરમી સદી સુધી ભારત છવાયેલું રહ્યું હતું.
ખગોળવિજ્ઞાનમાં ત્રીજો યુગ કોપરનીક્સની સૂર્યકેન્દ્રીય વિશ્ર્વવિચારસરણીથી શરૂ થયો.
તેનો ચોથો યુગ ટાયકો બ્રાહે અને જોહાનીસ કેપ્લરના કાર્યથી શરૂ થયો.
ખગોળમાં પાંચમો યુગ ગેલિલિયોના દૂરબીન વડે થયેલા આકાશદર્શનથી થયો.
ખગોળમાં છઠ્ઠો યુગ હોયગન્સની શનિના વલયની શોધથી શરૂ થયો.
ખગોળમાં સાતમો યુગ ઑલ રોમરના ગુરુ વડે થતા તેના જ ઉપગ્રહોના ગ્રહણ વખતે પૃથ્વી પર પહોંચતા પ્રકાશની ગતિ જે સમય લે છે, તેના પરથી રોમરે પ્રકાશની ઝડપ શોધીને કર્યો હતો.
ખગોળમાં આઠમો યુગ ન્યૂટને તેના ગતિના અને ગુરુત્વાકર્ષણના નિયમો શોધીને કર્યો હતો.
ખગોળમાં નવમો યુગ વિલિયમ હર્ષલ શનિ પછીના યુરેનસ ગ્રહને શોધી શરૂ કર્યો. આ ઘટનાએ દર્શાવ્યું કે યુરેનસ પછી પણ ગ્રહ હોઈ શકે છે.
ખગોળમાં દશમો યુગ જર્મન ગણિતશાસ્ત્રી ટીસયસે શોધેલા ગ્રહ-અંતરના નિયમથી શરૂ થયો, પણ તેને પ્રકાશમાં લાવનાર બર્લિન વેધશાળાના ખગોળવિજ્ઞાની બૉડ હતા. માટે તેને બૉડેઝલો ઑફ પ્લેનેટરી ડિસ્ટન્સ પણ કહેવાય છે. તે નિયમ ઈમ્પરીકલ હતો જેને અંતમાં સુધારનાર અને ભૌતિક સિદ્ધાંતો પરથી તેને નવું સાચું સ્વરૂપ આપનાર આ લેખના લેખક હતા.
ખગોળવિજ્ઞાનમાં અગિયારમો યુગ ગુસુપી પીઆઝીએ શોધેલા પ્રથમ લઘુગ્રહથી થયો જે ૧૮૦૧ની જાન્યુઆરીની પ્રથમ તારીખે થયો.
ખગોળવિજ્ઞાનમાં બારમો યુગ સાયમન-ડી-લાપ્લાસે શોધેલી નેબ્યૂલર હાયપોથેસીસથી અને તેણે શોધેલા રેસોનન્સ રીલેશનથી થયો, જેને છેવટે આ લેખકના લેખકે અંતિમ સ્વરૂપ આપ્યું.
ખગોળવિજ્ઞાનમાં તેરમો યુગ જેમ્સ મેક્સવેલે શોધેલા વિદ્યુત-ચુંબકીય ક્ષેત્રના સમીકરણોથી થયો.
ખગોળવિજ્ઞાનમાં ચૌદમો યુગ આઈન્સ્ટાઈને શોધેલા સાપેક્ષવાદથી થયો. ન્યૂટને અને આઈન્સ્ટાઈને બ્રહ્માંડ સમજવાની ચાવી આપી.
ખગોળમાં પંદરમો યુગ ઈડવીન હબલે શોધેલા વિસ્તરતા વિશ્ર્વના નિરીક્ષણથી એટલે કે મંદાકિનીઓ એકબીજાથી દૂર જાય છે તે નિરીક્ષણથી અને તેને રજૂ કરતા નિયમથી થયો. આ પ્રક્રિયા ગેલિલિયોના વિશ્ર્વદર્શનથી ઈડવીન હબલના વિશ્ર્વદર્શન તરીકે ઓળખાય છે.
ખગોળવિજ્ઞાનમાં સોળમો યુગ મંદાકિનીના દૂરના ભાગની ભ્રમણક્રિયાથી થયો જેને ડાર્ક એનર્જી અને ડાર્ક મેટરનો ખગોળવિજ્ઞાનીઓને અહેસાસ કરાવ્યો અને દર્શાવ્યું કે બધું સમાપ્ત થઈ ગયું નથી.
સત્તરમો યુગ ભારતીય મૂળના અમેરિકી ખગોળવિજ્ઞાન સુબ્રહમણ્યન ચંદ્રશેખરની વામનતારાના અસ્તિત્વની થિયરીથી થયો.
અઢારમો યુગ હબલ સ્પેશ ટેલિસ્કોપના બ્રહ્માંડના અભ્યાસથી શરૂ થયો.
ખગોળમાં ઓગણીસમો યુગ
જેમ્સવેબ સુપર સ્પેશ ટેલિસ્કોપથી થયો, જે હવે પૂરા બ્રહ્માંડનું તલસ્પર્શી નિરીક્ષણ કરશે અને આપણને બ્રહ્માંડના ગૂઢ રહસ્યો સમજાવશે. આ પ્રક્રિયા ખગોળવિજ્ઞાનમાં ગેલિલિયોએ આકાશમાં માંડેલ નાના-બે ઈંચના દૂરબીનથી છેક જેમ્સવેબ દૂરબીન સુધીની ખગોળવિજ્ઞાનની ગાથા દર્શાવે છે.
ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્રે વિજ્ઞાન (ભૌતિકશાસ્ત્ર) અને ખગોળમાં પોતાનો નવો યુગ શરૂ કર્યો, જેને બ્રહ્માંડની જન્મ વખતની પરિસ્થિતિ આપણને સમજવા સમર્થ બનાવ્યાં.
ઈલેક્ટ્રો-મેગ્નેટિક ફિલ્ડઝ (વિદ્યુત-ચુંબકીય ક્ષેત્ર), ઈલેક્ટ્રોવીક (રેડિયેશન થિયરી) અને ન્યૂક્લિયર ફિલ્ડના એકીકરણો બધા જ બળોના એકીકરણની આશા જન્માવી જેમાં ગ્રેવિટેશનલ ફિલ્ડ પણ છે. નવો યુગ શરૂ કર્યો જેને વિજ્ઞાનીઓ યુનિફાઈડ ફિલ્ડ થિયરી કે થિયરી ઑફ એવરિથિંગ પણ કહે છે. જો હવે વિજ્ઞાનીઓ ગ્રેવિટેશનલ ફિલ્ડને પણ આમાં સમાવી શકશે તો જબ્બરદસ્ત નવો યુગ શરૂ થશે.
હેન્રી બેક્વેરેલ, મેડમ ક્યૂરીએ રેડિયો-એક્ટિવિટીની શોધ કરી નવો યુગ શરૂ કર્યો તો, રોન્જન્ટે ડ્ઢ-ફિુ શોધીને નવો યુગ શરૂ કર્યો.
આ તરફ જે. જે. થોમ્સને ઋણ વિદ્યુતભારવાહી ઈલેક્ટ્રોન શોધીને એટમમાં ડોકિયું કરવા આપણને પ્રેર્યા તો રધરફોર્ડ ધન વિદ્યુતભારવાહી અણુની નાભિ શોધી અણુક્ષેત્રે નવો યુગ શરૂ કર્યો. પછી તો ન્યૂટ્રોન અને ડઝનબંધ બીજા સબ-પાર્ટીકલ ક્વેઝાર વગેરે શોધાયા. લાર્મહેડ્રોન કોલાઈડરે હિગ્ઝ-બોઝોન શોધી કમાલ કરી તે હકીકતમાં ઊર્જા છે – ચેતના છે, બ્રહ્માંડની ચેતના છે. તેમાં વળી હજુ સબ-સબ પાર્ટીકલ્સ શોધાયાં. હજુ પણ વિજ્ઞાનીઓએ અણુનું તળિયું જોયું નથી. છેવટે બધું ઊર્જા છે ઊ=ળભ૨ તે જ પદાર્થ છે અને તે જ બ્રહ્માંડની ચેતના છે. આપણા મનિષીઓએ તેને બ્રહ્મન કહ્યું છે.
સૂર્યમાળાની બહાર ગ્રહો શોધાયા તેને વધુ એક નવો યુગ શરૂ કર્યો છે અને બ્રહ્માંડમાં જ્યારે બીજે જીવન શોધાશે ત્યારે વળી એક નવો જ યુગ શરૂ થશે.
બ્રહ્માંડ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ ત્રણેયને સાચવીને બેઠું છે. હકીકતમાં આપણે બ્રહ્માંડમાં માત્ર ભૂતકાળ જ જોઈએ છીએ, જેને આપણે વર્તમાનકાળ કહીએ છીએ. તે હકીકતમાં ભૂતકાળની કિનારી છે. અમારા મિત્ર કનુભાઈ કહે છે કે વર્તમાનકાળ ત્રણેયને ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળને આવરે છે તત્ક્ષણ એ જ બધાંને આવરીને બેઠી છે.
બ્રહ્માંડની જીવનરેખા ક્ષણે ક્ષણે આગળ વધે છે, એટલે કે ભવિષ્ય ક્ષણે ક્ષણે આગળ વધે છે જે વર્તમાનની ક્ષણમાંથી ઉત્પન્ન થાય છે, પણ વર્તમાનની ક્ષણ પોતે ભૂતકાળનું સર્જન છે.
આમ બ્રહ્માંડમાં ભૂતકાળ જ છવાયેલો છે. બ્રહ્માંડનો ભૂતકાળ જે આપણે જોઈ રહ્યાં છીએ, તે માત્ર આપણું ભૂતકાળનું જ ટાઈમ ટ્રાવલ છે. ભવિષ્યનું ટાઈમ ટ્રાવલ એ ખરું ટાઈમ ટ્રાવલ છે જે હજુ શોધાયું નથી, પણ ભવિષ્યમાં વિજ્ઞાન કદાચ તેને શોધી બતાવે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.