દેશના આ એરપોર્ટ પર સંસ્કૃતમાં જાહેરાતો શરૂ થઇ

દેશ વિદેશ

વારાણસી એરપોર્ટ પર બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) ના સહયોગથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા કોવિડ -19ની મહત્વપૂર્ણ
ઘોષણાઓ સંસ્કૃત ભાષામાં કરવાની શરૂઆત કરવામાં આવી છે. તેથી તમે જો વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટની મુલાકાત લો છો તો તમને સંસ્કૃત ભાષામાં કોવિડ-19 ની જાહેરાતો સાંભળવા મળશે.
અત્યાર સુધી એરપોર્ટ પર તમામ પ્રકારની જાહેરાતો માટે હિન્દી અને અંગ્રેજી ભાષાનો ઉપયોગ થતો હતો, પરંતુ શુક્રવારથી એરપોર્ટ પર ઘોષણાઓ માટે ત્રીજી ભાષા તરીકે સંસ્કૃત ઉમેરવામાં આવી હતી.
“હવે વારાણસી એરપોર્ટ પર #भाविप्रा, અંગ્રેજી અને હિન્દી પછી, એરપોર્ટ પર અમારા આદરણીય મુસાફરોને કોવિડ ધોરણો સંસ્કૃતમાં જાહેર કરવામાં આવી રહ્યા છે. તેઓ આવતાની સાથે જ તેમને લાગશે કે તેઓ કાશીની પાછળની જગ્યાએ પ્રવેશ્યા છે – સંસ્કૃત ભાષા. “વારાણસી એરપોર્ટે ટ્વિટ કર્યું હતું. એરપોર્ટ ડાયરેક્ટર આર્યમા સાન્યાલે જણાવ્યું હતું કે સંસ્કૃતની જાહેરાતની પહેલ ભાષાને સન્માન આપવા માટે શરૂ કરવામાં આવી છે. સંસ્કૃતની જાહેરાત દર્શાવતી એક ક્લિપ હવે ટ્વિટર પર ધૂમ મચાવી રહી છે.

“>

ઘણા લોકોએ આ પહેલની પ્રશંસા કરી છે, ત્યારે કેટલાક લોકોએ તેની ટીકા કરતા જણાવ્યું છે કે બહુ ઓછા લોકો સંસ્કૃત જાણે છે. સંસ્કૃતમાં જાહેરાત કરવાથી કોઇને સમજ નહીં પડે અને ભાષા પણ પુનર્જીવિત નહીં થાય. તો વળી કેટલાક લોકોએ જણાવ્યું હતું કે વારાણસીની મૂળ ભાષા ભોજપુરી છે તો ભોજપુરી ભાષામાં જાહેરાત કરવી જોઇએ.
આ પહેલ વિશે તમે શું વિચારો છો?

1 thought on “દેશના આ એરપોર્ટ પર સંસ્કૃતમાં જાહેરાતો શરૂ થઇ

vasant Joshi ને પ્રતિશાદ આપો જવાબ રદ કરો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.