Homeઆપણું ગુજરાતગુજરાતમાં ફરી વંદે ભારત એક્સપ્રેસ બની કેટલ રન-ઓવરનો ભોગ

ગુજરાતમાં ફરી વંદે ભારત એક્સપ્રેસ બની કેટલ રન-ઓવરનો ભોગ

મુંબઈઃ ગાંધીનગર અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચેની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ફરી એક વખત ગુજરાતમાં કેટલ રન-ઓવરનો ભોગ બની હતી. ગુરુવારે સાંજના 6.23 વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો. ગુજરાતથી મુંબઈ વચ્ચેની સેમી હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (નંબર 20902) સાથે જાનવરની ટક્કર થઈ હતી. વાપી અને ઉદવાડા સ્ટેશન વચ્ચેના લેવલ ક્રોસિંગ ગેટ નંબર 87 ખાતે આ બનાવ બન્યો હતો. આ બનાવ પછી ટ્રેનને 6.23 વાગ્યાના સુમારે રોકી દેવામાં આવી હતી, ત્યારબાદ કેટલને ટ્રેક પરથી હટાવી લેવામાં આવ્યા પછી સાંજના 6.35 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ રવાના કરવામાં આવી હતી. ટ્રેનના ઓપરેશન પર કોઈ અસર થઈ નહોતી, જ્યારે ટ્રેનના આગળના પોર્શનને સામાન્ય નુકસાન થયું હતું, જે મુંબઈ સેન્ટ્રલ ખાતેના વર્કશોપમાં મરમ્મત કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular