મુંબઈઃ મુંબઈ અને ગાંધીનગર વચ્ચેની સૌથી લોકપ્રિય અને સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને બોરીવલીમાં હોલ્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે 23મી જાન્યુઆરીના શુક્રવારથી અમલી બનશે. મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર અને ગાંધીનગર અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ (20901/20902) દોડાવાય છે, જે મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડાવાતી અન્ય ટ્રેનોની તુલનામાં સૌથી વધારે લોકપ્રિય બની છે. ટ્રેનની સ્પીડ અને ટાઈમ અનુકૂળ હોવાને કારણે પ્રવાસીઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં સુલભ થઈ રહ્યું છે. વંદે ભારત એક્સપ્રેસને બોરીવલી સ્ટેશને હોલ્ટ આપવાને કારણે સમગ્ર વેસ્ટર્ન લાઈનના પ્રવાસીઓને ટ્રાવેલ કરવામાં વધારે ફાયદો થશે તથા પેસેન્જરનો ટ્રાફિક પણ મળશે, એવું એક પ્રવાસીએ જણાવ્યું હતું.
23મી જાન્યુઆરીથી મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર એક્સપ્રેસ (20901)ને બોરીવલીમાં હોલ્ટ આપવામાં આવશે, જે ટ્રેન 6.23 વાગ્યે પહોંચ્યા બાદ 6.25 વાગ્યે રવાના કરવામાં આવશે. એ જ રીતે વાપીમાં સવારે આઠ વાગ્યે પહોંચશે તથા 8.02 વાગ્યે રવાના કરવામાં આવશે. એ જ રીતે રિટર્નમાં ગાંધીનગર-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ રાતના બોરીવલીમાં 7.32 વાગ્યે પહોંચ્યા બાદ 7.34 વાગ્યે રવાના કરવામાં આવશે અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને રાતના 8.15 વાગ્યાના બદલે 8.25 વાગ્યે પહોંચશે. 30મી મે, 2023થી આ ટ્રેન રવિવારને બદલે તમામ દિવસ દોડાવવામાં આવતી હતી, જે હવેથી બુધવાર સિવાય બાકીના તમામ દિવસ દોડાવવામાં આવશે, એમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
આનંદોઃ આ તારીખથી ‘વંદે ભારત એક્સપ્રેસ’ને બોરીવલીમાં હોલ્ટ
RELATED ARTICLES