પાલઘરમાં બાઈકને અડફેટમાં લીધા બાદ વૅન ઊંધી વળી: બાઈકસવારનું મોત

આમચી મુંબઈ

વૅનમાં હાજર નવ બાળક, શિક્ષકને ઈજા

(અમારા પ્રતિનિધિ તરફથી)
પાલઘર: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાામાં સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ જતી વેનને સોમવારે અકસ્માત નડ્યો હતો. બાઇકને અડફેટમાં લીધા બાદ વૅન ઊંધી વળી જતાં તેમાં હાજર નવ વિદ્યાર્થી અને શિક્ષકને ઇજા પહોંચી હતી, જ્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઇકસવારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.સ્કૂલ વેન ચાણક્ય ઈંગ્લિશ હાઈસ્કૂલના બાળકો અને શિક્ષકને લઈને સવારે પાલઘર જિલ્લા મુખ્યાલયથી દસ કિમી દૂર સાતપાટી રોડ પરથી પસાર થઈ હતી ત્યારે ચુનાભટ્ટી પાસે ઈમ્પેક્સ કંપની સામે બાઈકને અડફેટે લીધી હતી. ત્યાર બાદ સ્કૂલ વૅન વીજળીના થાંભલા સાથે અથડાઈ હતી. વિદ્યાર્થીઓને તાકીદે બહાર કાઢવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનામાં નવ બાળકો અને એક શિક્ષકને મામૂલી ઈજા પહોંચી હોવાનું સ્થાનકિ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. જોકે, દુર્ઘટનામાં ૪૫ વર્ષીય બાઈક સવારનું ઘટનાસ્થળે મોત થયું હતું.આ મામલે સ્કૂલ વેનના ડ્રાઈવર સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.