વેલ્યુ બાઇંગ: ચાર દિવસની પછડાટ બાદ સેન્સેક્સને કળ વળી, નિફ્ટીએ ૧૬,૦૦૦ની સપાટી પુન: હાંસલ કરી

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના મિશ્ર વલણ વચ્ચે સ્થાનિક શએરબજારમાં એકધારી ચાર સત્રની પછડાટ બાદ સુધારો જોવા મળ્યો હતો. એફએમસીજી અને ઓટો શેરોની આગેવાનીએ નવેસરની લેવાલીનો ટેકો મળતાાં સેન્સેક્સ ચાર સત્રની એકધારી પીછેહઠ બાદ પોઝિટીવ ઝોનમાં પાછો પ્રવેશ્યો હતો, જ્યારે નિફ્ટી ૧૬,૦૦૦ની સપાટી પૂન: હાસંલ કરવામાં સફળ રહ્યો હતો.
સત્ર દરમિયાન સેન્સેક્સ ૩૯૫.૨૨ પોઇન્ટ અથવા તો ૦.૭૩ ટકાના ઉછાળા સાથે ૫૪,૮૧૧.૩૭ પોઇન્ટની ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો. જોકે, સત્રને અંતે ૩૪૪.૬૩ પોઇન્ટ અથવા તો ૦.૬૫ ટકાના સુધારા સાથે ૫૩,૭૬૦.૭૮ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
જ્યારે એનએસઇનો ૫૦ શેરવાળો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી ૧૧૦.૫૫ પોઇન્ટ અથવા તો ૦.૬૯ ટકાના સુધારા સાથે ૧૬,૦૪૯.૨૦ પોઇન્ટની સપાટીએ સ્થિર રહ્યો હતો. સેન્સેક્સના ૩૦માંથી ૧૮ શેરમાં સુધરો હતો, જ્યારે નિફ્ટીના પચાસમાંથી ૩૫ શરેમાં સુધારો હતો. જોકે, સાપ્તાહિક ધોરણે સેન્સેક્સ૭૨૧ પોઇન્ટ અથવા તો ૧.૩૨ ટકા ગબડ્યો છે, જ્યારે નિફટી ૧૭૧ પોઇન્ટ અથવા ોત ૧.૧૧ ટકા તૂટ્યો છે.
શુક્રવારના સત્રમાં સેન્સેક્સના શેરોમાં હિંદુસ્તાન યુનિલીવર, ટાઇટન, મારુતિ, લાર્સન એન્ડ ટુબ્રો, એચડીએફસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, નેસ્લે અને ભારતી એરટેલ નેજર ગેઇનર બન્યા હતા, જ્યારે ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ, એચસીએલ ટેકનોલોજીસ, વિપ્રો, ડો.રેડ્ડીઝ લેબ અને એક્સિસ બેન્કમાં પીછેહઠ જોવા મળી હતી.
બજારના સાધનોે જણાવ્યું હતું કે, બેન્ચમાર્કના સ્ટોક વોલેટાઇલ રહ્યાં હતાં પરંતુ સત્રના પાછલા એક કલાક દરમિયાન એફએમસીજી, ઓટો, કેપિટલ ગુડ્સ અને પસંદગીના બેન્કિંગ શેરોમાં લેવાલીનો ટેકો મળવાને કારણે સેન્સેક્સ સાધારણ સુધારો નોંધાવી રહ્યો હતો. આ ઉપરાંત યુરોપના બજારોમાં પોઝિટીવ સંકેત સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી ધીમી પડી હોવાથી પણ બજારના સેન્ટિમેન્ટને ટેકો મળ્યો હતો.
સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં સુધારો જોવા મળ્યો હતો. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ ૦.૮૪ ટકા વધીને ૨૨,૮૫૪.૬૨ ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૨ ટકા વધારાની સાથે ૨૫,૭૭૯.૫૬ પર બંધ થયા છે.
આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં ૦.૦૭-૨.૦૩ ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી ૦.૦૯ ટકાના વધારાની સાથે ૩૪,૬૮૨.૬૫ ના સ્તર પર બંધ થયા છે. જ્યારે આઈટી, મેટલ અને પીએસયુ બેન્ક શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.
એડલવેઇઝ એસેટ મેનેજમેન્ટ મૂડીબજારમાં એડલનેઇઝ ફોકસ્ડ ઇક્વિટી ફંડના એનએફઓ સાથે પ્રવેશી છે, જે ૨૫મીએ બંધ થશે. આ ફંડ બ્રાન્ડસ, માર્કેટ શેર ગેઇનર્સ અને ઇનોવેટર્સમાં મૂડી રોકાણ કરશે. મલ્ટિકેપ પોર્ટફોલિયો અભિગમ હોવાથી લાર્જકેપ, મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં તક મુજબ રોકાણ કરશે. અત્યારે વેલ્યુએશન્સ સારા હોવાથી આ ફંડ લોન્ચ કરવામાં આવ્યો હોવાનું ફંડ મેનેજરે જણાવ્યું હતું.
અગ્રણી શેરોમાં ટાટા કંઝ્યુમર, ટાઈટન, એચયુએલ, ટાટા મોટર્સ, એલઅન્ડટી, મારૂતિ સુઝુકી, એચડીએફસી અને નેસ્લે ઈન્ડિયા ૨.૨૩થી ૩.૨૭ ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે ટાટા સ્ટીલ, પાવર ગ્રિડ, એચસીએલ ટેક, વિપ્રો, જેએસડબ્લ્યુ સ્ટીલ, ડો.રેડ્ડીઝ અને એક્સિસ બેન્ક ૦.૮૬ ચકાથી ૨.૬૪ ટકા સુધી ઘટીને બંધ થયો છે.
ગુુરુવારે જાહેર થયેલા સારા આર્થિક ડેટાને કારણે પણ સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હતો. જથ્થાબંધ ફુગાવો જૂન મહિનામા નીચી સપાટીએ ઉતર્યો હોવાથી સેન્ટિમેન્ટને સહેજ ટેકો મળ્યો હતો. ખનીજના ભાવના ઘટાડાને કારણે જૂન મહિનાનો હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ૧૫.૧૮ ટકાની ત્રણ મહિનાની નીચી સપાટીએ ગબડ્યો હતો, જોકે, એ પણ નોંધવું રહ્યું કે સતત પંદરમા મહિને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ બે આંકડામાં રહ્યો હતો.
માર્કેટ એનાલિસ્ટે જણાવ્યું હતું કે અમેરિકાના ઇન્ફ્લેશનના અપેક્ષાથી ઊંચા ડેટાની જાહેરાતને પગલે વિશ્ર્વબજારમાં જોવા મળેલી પીછેહઠને કારણે સેન્સેક્સ પણ પ્રારંભિક સુધારો ખંખેરીને નેગેટીવ ઝોનમાં સરી પડ્યો હતો. યુરોપના બજારોની સતત ત્રીજા દિવસની પીછેહઠને કારણે સેન્ટિમેન્ટ ખોરવાઇ ગયું હતું.
વૈશ્ર્વિક ઇક્વિટી બજારમાં મંદીના માહોલ વચ્ચે ફરી વ્યાજદરના વધારાના ભણકારા વાગવા માંડ્યા છે. અમરિકાના મજબૂત જોબ ડેટા અને ઇન્ફ્લેશનના વધતા દબાણને જોતા ફેડરલ વધુ આક્રમક રીતે વ્યાજદરમાં વધારો કરશે એવો ભય ફરી જાગ્યો છે. ફેડરલ આ મહિને અંદાજે ૭૫ બેસિસ પોઇન્ટનો વ્યાજદર વધારો જાહેર કરશે એવી અટકળો છે. સત્તાવાર ડેટા અનુસાર રીટેલ ઇન્ફ્લેશન સહેજ ઘટીને ૭.૦૧ ટકાના સ્તરે રહ્યું છે, જોકે તે મધ્યસ્થ બેન્કના ટોલરન્સ બેન્ડથી નીચી સપાટીએ રહ્યું હોવાથી વ્યાજદરમાં વધારો થવાની સંભાવના છે. ચીનમાં ફરી કોરોનાનાન વના વેરિએન્ટના વધી રહેલા કેસને કારણે માગમાં ઘટાડો થવાથી ક્રૂડ ઓઇલના ભાવ દબાણ હેટળ રહ્યાં છે.
એશિયાઇ બજારોમાં સિઓલ અને સિઓલ સ્ટોક એક્સચેન્જમાં સુધારો જોવા મળ્યો હતો. જ્યારે હોંગકોંગ અને ટોકિયો શેરબજારમાં પીછેહઠ નોંધાઇ હતી. યુરોપના મહત્ત્વના શેરબજારોમાં મધ્યસત્ર સુધી સુધારાનો માહોલ રહ્યો હોવાના અહેવાલો હતો. અમેરિકાના શેરબજારોમાં ગુરુવારે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૬૦ ટકાના સુધારા સાથે ૯૯.૭૨ ડોલર પ્રતિ બેરલ બોલાયું હતું. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ પાછલા સત્રમાં લેવાલી નોંધાવી હોવાથી બજારના સેન્ટિમેન્ટમાં પોઝિટીવ અસર જોવા મળી હતી. એક્સચેન્જની પ્રારંભિક માહિતી અનુસાર વિદેશી ફંડોએ રૂ. ૩૦૯.૦૬ કરોડની લેવાલી નોંધાવી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.