વલસાડની મહિલા પોલીસકર્મીએ તિથલના દરિયામાં ઝંપલાવી જીવન ટુંકાવ્યું, પરિવારજનો પ્રેમસંબંધથી વિરુદ્ધમાં હોવાથી ભર્યું પગલું

આપણું ગુજરાત

Valsad:વલસાડ સીટી પોલીસમાં ફરજ બજાવતા 26 વર્ષીય પૂજા પ્રજાપતિ નામના મહિલા LRD કર્મીએ રવિવારની રાતે તિથલના દરિયામાં ઝંપલાવીને જીવન ટુંકાવ્યું હતું. સોમવારે સવારે દરિયાકાંઠેથી તેમનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પૂજાનો પરિવાર તેને ગમતા યુવાન સાથે લગ્ન કરાવવા માટે તૈયાર ન હતો. જેના કારણે પૂજાએ આ અંતિમ પગલું ભર્યુ હતું.
મળતી માહિતી મુજબ રવિવારની રાતે પૂજા ડ્યૂટી પતાવી નિયત સમય સુધીમાં ઘરે ન આવી ત્યારે તેના પરિવારે ફોન કરતા સ્વીચ ઓફ આવતો હતો. ત્યાર બાદ તેના સહકર્મીઓને ફોન કરીને પૂછપરછ કરી હતી. જેમાં તેમને જાણવા મળ્યું હતુ કે, પૂજા તો ઓફિસથી આઠ વાગે જ નીકળી ગઇ છે. તેના સહકર્મીઓ પણ તેનો ફોન પર સંપર્ક કરી રહ્યા હતા પરંતુ તેનો ફોન સતત બંધ આવી રહ્યો હતો. પોલીસે તુરંત તપાસ શરુ કરી સીસીટીવી ફૂટેજ તપાસતા પૂજા તિથલ બ્રિજ તરફ ગઇ હોવાની માહિતી મળી હતી. પોલીસની ટીમ તુરંત તિથલના દરિયાકાંઠે પહોંચી પૂજાની તપાસ શરૂ કરી ત્યારે તેનું ટુ વ્હીલર દરિયાકાંઠે મળ્યુ હતું. કલાકો બાદની તપાસની જહેમત બાદ વહેલી સવારે પૂજાનો મૃતદેહ દરિયા કિનારે મળી આવ્યો હતો.
પૂજના પરિવારે પોલીસને આપેલી માહિતી મુજબ, પૂજાને એક યુવક સાથે સંબંધ હતો. પૂજાને તેની સાથે લગ્ન કરવા હતા પરંતુ પરિવાર આ બાબતમાં સંમંત ન હતો. આમાં કોઇ કાસ્ટ કે સ્ટેટસની વાત ન હતી પરંતુ પરિવાર આ પ્રેમસંબંધથી ખુશ ન હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.