Valsad murder: અવાવરું જગ્યાએ કારમાં મળી ગાયિકાની લાશ, ગળે ટુંપો આપી હત્યા કરાઈ હોવાનો ખુલાસો

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Valsad:વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પાર નદી કિનારે અવાવરું જગ્યા એ એક કારમાં વલસાડની ગાયિકા વૈશાલી બલસારાની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. સ્થાનિક લોકોએ અજાણી કાર જોતા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા કારમાંથી ગાયિકા વૈશાલી બલસારાનો મૃતદેહ મળી આવતા ચકચાર ફેલાઈ ગઈ હતી. મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ ગાયિકાની ગળે ટુંપો આપીને હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો છે. પારડી પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ શનિવારના  દિવસે વૈશાલી એક મહિલા પાસે રૂપિયા લેવાના છે તેમ જણાવી ઘરેથી નીકળી હતી. ત્યારબાદ મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા વૈશાલીના પતિ હિતેશ બલસારાએ સીટી પોલીસ મથકે પત્નીની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી ત્યાર બાદ પોલીસે શોધખોળ હાથ ધરી હતી.
પાર નદીના કિનારે એક અવાવરું જગ્યાએ શંકાસ્પદ હાલતમાં લાંબા સમયથી એક કાર પડેલી જોતા સ્થાનિક લોકોએ પારડી પોલીસને ઘટનાની જાણ કરી હતી. પારડી પોલીસની ટીમેં તપાસ કરતા કારની પાછળની સીટના ફૂટરેક પાસેથી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. મૃતદેહ ગાયિકા વૈશાલી બલસારાની હોવાનું સામે આવ્યું હતું. વલસાડની LCBની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃત દેહને સુરત ખાતે PM માટે મોકલી FSL અને ડોગ સ્કવોડની મદદ લઇ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે વલસાડથી પારડી સુધીના CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની ટીમની મદદ લઈને તપાસ શરૂ કરી છે. હાલ અલગ અલગ 8 ટીમો બનાવી ઘટનાનો ભેદ ઉકેલવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે
વર્ષ 2011માં વૈશાલીએ હિતેશ બલસારા સાથે સાથે બીજા લગ્ન કર્યા હતા. હિતેશ બલસારા બેન્ડમાં ગીટાર આર્ટિસ છે. હિતેશ પત્ની વૈશાલી અને 2 દીકરીઓ તથા તેના માતા પિતા સાથે રહેતો હતો. વૈશાલીના પિયર પક્ષના તમામ સભ્યો નવસારી રહેતા હતા.
પારડી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વૈશાલીના પિયર પક્ષના સભ્યોની ફરિયાદ લેવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. પોલીસે વૈશાલીના મિત્રો અને પરિવારના સભ્યોના નિવેદન નોંધવાની કાર્વાહી હાથ ધરી છે.
તપાસમાં ચોંકવનારા ખુલાસા થવાની શક્યતા શક્યતા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.