વલસાડ જળમગ્નઃ નર્મદા નદીમાં ધોધમાર વરસાદ થતાં ઔરંગા નદીમાં ઘોડાપૂર, NDRFની ટીમ તહેનાત

આપણું ગુજરાત

વલસાડમાં અનરાધાર વરસાદ પડી રહ્યો હોવાથી ઔરંગા નદીના પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા હોવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હાલમાં NDRFની ટીમ દ્વારા રેસક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે. વલસાડ શહેરમાં 70થી વધુ લોકોને NDRFએ રેસ્કયુ કરીને બચાવ્યા હોવાની માહિતી મળી રહી છે ત્યારે 300થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
આજે સવારથી અત્યાર સુધીમાં 70 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આજે 6 કલાકમાં જ 8 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. નર્મદામાં ધોધમાર વરસાદથી નદીઓ ગાંડીતૂર બની છે. મહારાષ્ટ્રને જોડતા પુલ પર પાણી ફરી વળતાં SDRFની ટીમ તૈનાત કરાઈ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.