ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ વેલેન્ટાઈન ડે 2023 ના ખાસ અવસર પર તેના વપરાશકર્તાઓ માટે એક શાનદાર Jio ઓફર લોન્ચ કરી છે. Jioની આ ઑફર હેઠળ, યુઝર્સને કંપનીના પસંદ કરેલા પ્લાન્સ સાથે ઘણો ફાયદો મળશે. જેમ કે જો કોઈ યૂઝર 349, 899 રૂપિયા ખર્ચ કરે છે, તો Jio તેના પ્લાનમાં યૂઝર્સને વેલિડિટી સાથે વધારાનો ડેટા આપી રહ્યું છે.
Jio ઑફરમાં વપરાશકર્તાઓને વધારાની વેલિડિટી, 75 GB હાઇ-સ્પીડ ડેટા, 12 GB હાઇ-સ્પીડ ડેટા, રૂ. 199ની ખરીદી પર રૂ. 105માં McDonald McAloo Tikki/Chicken Kabab Burger ફ્રી, ફર્ન એન્ડ પેટલ્સમાંથી રૂ. 799ની ખરીદી પર 150 રૂપિયાની છૂટ, Ixigo રૂ 4500 અથવા તેનાથી વધુની ખરીદી પર ફ્લેટ રૂ. 750ની છૂટ આપી રહ્યું છે.
Reliance Jioનો આ પ્રીપેડ પ્લાન 2.5 GB હાઈ-સ્પીડ, અમર્યાદિત લોકલ અને STD કૉલિંગ અને દરરોજ 100 SMS સાથે આવે છે. આ પ્લાન 30 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાન સાથે યુઝર્સને અન્ય ફાયદાઓ સાથે 12 જીબી વધારાનો ડેટા પણ મળશે.
899 રૂપિયાના આ Jio રિચાર્જ પ્લાનમાં કંપની દરરોજ 2.5 GB હાઈ-સ્પીડ ડેટા, અમર્યાદિત કૉલિંગ અને 100 SMS આપી રહી છે. આ પ્લાન સાથે કંપની અન્ય ફાયદાઓ સાથે યૂઝર્સને 12 GB વધારાનો ડેટા આપી રહી છે.
તો મિત્રો આજે આ ઓફરનો લાભ ઉઠાવી લો.