વડોદરા ડ્રગ્સ કાંડ: મૃતક ડ્રગ્સનો ઓવર ડોઝ લેવાની કબુલાત કરતો વિડીયો બહાર આવ્યો

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Vadodara: ગુજરાતના(Gujarat) યુવાનો જાનલેવા નશાના રવાડે ચડી રહય છે. બોટાદ અને અમદવાદ જિલ્લામાં હાલમાં જ થયેલા લઠ્ઠાકાંડે સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી હતી. ત્યાર બાદ હવે વડોદરાના(Baroda) સમા વિસ્તારમાં ડ્રગ્સના ઓવરડોઝથી (Drugs overdose)થયેલા યુવાનના શંકાસ્પદ મોતને પગલે ખળભળાટ મચ્યો છે. યુવાન મૃત્યુના થોડા સમય પહેલા ડ્રગ્સ ડિલર સમક્ષ વીડિયોમાં પોતે પોતાના જોખમ પર ડ્રગ્સનો ઓવર ડોઝ લેતો હોવાની કબૂલાત કરતો વીડિયો સામે આવ્યો છે.
વડોદરા શહેરના સમા વિસ્તારના રહેવાસી વિવેક નામના યુવાનની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. નોંધનીય છે કે ગઇકાલ સુધી પોલીસતંત્ર યુવાનનું મોત દારૂ કે કેફી પદાર્થને કારણે થયું હોવાનું જણાવી સમગ્ર ઘટના પર પડદો પડવાની કોશિશ કરી રહ્યું હતું. ત્યારે આજે બહાર આવેલ વિડીયોમાં યુવાન ડ્રગ ડીલર સાથેની વાતચીતમાં પોતે કબુલ કરી રહ્યો છે કે એ પોતાના જોખમ પર ડ્રગ્સનો ઓવર ડોઝ લઇ રહ્યો છે.
પરીન ભંડારી નામના વ્યક્તિએ શૂટ કરેલા વિડીયોમાં સ્પષ્ટ પણે જણાય છે કે હાજર ડીલરે ચેતવણી આપી હોવા છતાં વિવેક ડ્રગ્સનો ઓવર ડોઝ લેવા જીદ કરી રહ્યો છે. ડીલર સાથેની વાતમાં વિવેક કાબુલી રહ્યો છે કે હા ભાઈ મેં અપને હિસાબ સે પી રહા હું, મુજે કોઈ પિલા નહી રહા હૈ. મેં ખુદ માલ ઔર સીરીંઝ લેકે આયા હું.
પોલીસે બલજીત રાવત, નેહા અને કૈલાસ ઉર્ફે પરિન ભંડારીનું નિવેદન નોંધ્યું હતું. પરિન ભંડારીએ સ્વબચાવ માટે વિવેક પાસે કબુલાત કરતો વિડિયો બનાવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે મૃતક વિવેક ડ્રગ્સ લઈને તેમના ફ્લેટ પર હતો. ફ્લેટ પર રોકાવાની અમે ના પાડી હતી છતાં પણ રોકાયો હતો, અમે તેને ચેતવણી આપી છતાં એ ડ્રગ્સ લેવા જીદ કરી રહ્યો હતો. જેથી અમે પોતાની સેફટી માટે વિડિયો બનાવ્યો હતો.
પોલીસના સુત્રોએ જણાવ્યા પ્રમાણે બલજીત રાવત ડિફેન્સ કોલોનીમાં આવેલા પોતાના ઘરમાં લાંબા સમયથી ડ્રગ વેચવાનો ધંધો કરતો હતો, જેમાં નેહા અને પરીન ભંડારી પણ સામેલ હતાં. આ પહેલા પણ ત્રણેય સમા અને ક્રાઈમ બ્રાન્ચના રેકોર્ડ પર ચડી ચુક્યા છે.
વિવેકની માતા અનુસાર તેની હત્યા કરાઇ છે. જો કે વિવેકના પિતાએ ફરિયાદ નોંધાવાની ના પાડી છે.
બનાવની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ છે. સમા પોલીસે નેહા, પરીન ભંડારી અને બલજીત રાવતની પુછપરછ કરી ડ્રગ્સ તથા દારૂ છે કે નહીં તેના બ્લડ સેમ્પલ સુરત ફોરેન્સિકમાં મોકલી તેમને જવા દીધા હતાં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.