Homeઆપણું ગુજરાતવડોદરા: BJPના 3 નેતાઓ સામે એક્ટ્રોસીટીની ફરિયાદ, પ્રચાર દરમિયાન જાતિ વિષયક બોલ્યાનો...

વડોદરા: BJPના 3 નેતાઓ સામે એક્ટ્રોસીટીની ફરિયાદ, પ્રચાર દરમિયાન જાતિ વિષયક બોલ્યાનો આરોપ

દરેક રાજકીય પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનો પ્રચારમાં લાગેલા છે. એવામાં વડોદરામાં BJPના ત્રણ નેતાઓ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાતા રાજકીય માહોલ ગરમાયો છે. વડોદરાના 2 કોર્પોરેટર અને ભાજપ શહેર મહામંત્રી ચૂંટણી પ્રચાર માટે કાસકીવાળ વિસ્તારમાં ગયા હતા ત્યારે જાતી વિષયક શબ્દો બોલ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. DySP દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
વડોદરા શહેરના કાઉન્સિલર બિરેન શાહ, વિશાલ શાહ અને ભાજપ મહામંત્રી અમિત સોલંકી ચૂંટણી પ્રચાર માટે કાસકીવાળ વિસ્તારમાં ગયા હતા ત્યારે ભાષણ આપતા ભાન ભૂલ્યા હતા. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ભાજપના ત્રણેય નેતાઓ જાતિ વિષયક શબ્દો બોલીને એક સમુદાયનું અપમાન કર્યું હતું.
2 કાઉન્સિલર અને ભાજપ શહેર મહામંત્રી પર ફરિયાદ નોધાતા શહરની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. DySP દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular