પતંગબાજી કરતા સમયે પતંગબાજો આગળ પાછળ કંઈ જ જોતા નથી. પતંગ ચગાવતા ભાન ભૂલતા ટેરેસ પરથી પડી જીવ ગુમાવવાની ઘટનાઓ બનતી હોય છે તેવી જ રીતે પતંગ લૂટતી વખતે પણ આગળ પાછળ કંઈ જોયા વિના માત્ર પતંગ પર જ ધ્યાન આપવાથી ઘણા અકસ્માતો થતા હોય છે. આમાં રેલવે ટ્રેક પરના વાયરમા ફસાયેલી પતંગો કાઢવા જતા પણ અકસ્માતનું જોખમ રહેતું હોય છે.
આથી રેલવે તંત્રએ લોકોને ટ્રેક ની ઉપર આવેલ હાઈ વોલ્ટેજ ઈલેક્ટ્રીક વાયરથી સાવચેત રહેવાની અપીલ કરી છે. તેમણે જાહેર જનતા સહિત રેલવે કમર્ચારીઓને પણ સાવધાન રહેવા જણાવ્યું છે. રેલવેએ આપેલા સંદેશામાં જણાવાવમાં આવ્યું હતું કે રેલવે તંત્ર દ્વારા બધા લોકોને જાણ કરવામાં આવે છે કે અમદાવાદ ડિવિઝનના રેલવે લાઈનો પર 25000 વોલ્ટના ઓવરહેડ વાયરો લગાવવામાં આવ્યા છે.
આ 25000 વોલ્ટના વાયરોમાં પતંગની દોરીઓ ફસાઈ હોવાનું જોવામાં આવ્યું છે. રેલવે કર્મચારીઓએ ટ્રેક પર કામ કરતી વખતે આ વાયરોના સંપર્કમાં ન આવે તેની કાળજી લેવી જોઈએ કારણ કે ઇલેક્ટ્રિક શોકને કારણે જીવનું જોખમ રહેલું છે.
આ ઉપરાંત સામાન્ય લોકો પણ રેલવે ટ્રેક પાસે પતંગ ઉડાવે છે અને ઓવરહેડ વાયરમાંથી પતંગ કાઢવાનો પ્રયાસ કરે છે. તો સૌને વિનંતી છે કે રેલવે ટ્રેક પાસે પતંગ ઉડાવવાનું ટાળો અને રેલવેના હાઈ વોલ્ટેજ ટ્રેક્શન વાયરમાંથી પતંગ કાઢવાનો પ્રયાસ ન કરે અને સામાજિક હિતને ધ્યાનમાં રાખીને શક્ય તેટલું અન્ય લોકોને આ બાબત ની જાણ કરે.
પતંગબાજો રેલવે ટ્રેક પરના હાઈ વોલ્ટેજના વાયરોથી સંભાળજો
RELATED ARTICLES