ઉતરાખંડની ચારધામ યાત્રા ગંગોત્રી, યમુનોત્રી, બદરીનાથ, કેદારનાથ ભવ્ય ઝાંખી કરો

ઇન્ટરવલ

તસવીરની આરપાર-ભાટી એન.

અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલે છે. એટલે શિવાલયમાં ભોળાનાથ શિવની આરાધના થાય જલાભિષેક, દુધાભિષેક, બિલિપત્રને પુષ્પોનો સણગાર શિવલિંગ પર થાય…! સુશોભિત સણગારને સુગંધિત સુહાસની આરતી, અગરબત્તી થાય ને સમગ્ર વાતાવરણ શિવમય બની જાય છે. ને હર… હર… મહાદેવનો અવિનાષી નાદ ગગનમાં ગુંજે છે. હિન્દુધર્મમાં શ્રાવણ માસનું અદકેરું માહાત્મ્ય હોય છે. ત્યારે ઉત્તરાખંડના ગઢવાલ હિમાલયમાં ‘ચારધામ’ યાત્રા પણ ચાલું થાય છે. ચારધામ કિયા…!? ગંગોત્રી, યમુનોત્રી, બદરીનાથ, કેદારનાથની અતિ કઠીન યાત્રા કરવા લાખો શિવભક્તો આવે છે. મુખ્યત્ત્વે આપણી ચારધામની યાત્રાએ જવા ‘હરિદ્વાર’થી વાહનમાર્ગે જવાનું પસંદ કરે છે. એટલે જ આ તસવીરમાં હરિદ્વાર રેલવેસ્ટેશન બહાર કલાનયન ચારધામના ચિત્રો આબેહુબ બનાવેલ છે…! ચારધામ યાત્રા વાસ્તવમાં પવિત્ર પરિક્રમા છે. આ યાત્રાનો મંગલકારી શુભારંભ યમુનોત્રીથી શરૂ થાય પછી ગંગોત્રીથી આગળ જતા કેદારનાથને અંતમાં બદરીનાથ મંદિર આ યાત્રા પૂર્ણ થાય છે. યમુનોત્રી મંદિર માતા યમુનોત્રીના નામે વિશ્ર્વવિખ્યાત છે. શસ્ત્રોના કહેવા મુજબ માતા યમુના સુર્યદેવની પુત્રી છે અને ધર્મરાજની નાની બહેન યમુના સાથે છે. ઈતિહાસકારોના માનવા મુજબ યમુનોત્રી મંદિરનું નિર્માણ ટિહરી ગઢવાલના મહારાજા શાહે કરાવેલ. આ મંદિર ૩૨૩૫ મી. ઊંચાઈએ આવેલ યમુનોત્રી મંદિર છે. ગંગોત્રી: અહીં ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન છે. આ ગંગાજીનું મંદિર સમુદ્રતળથી ૩૦૪૨ મીટરની ઊંચાઈ આવેલ છે. ઉત્તરકાશીથી ૧૦૦ કિ.મી. દૂર આવેલું છે. ગંગામૈયા મંદિરનું નિર્માણ ગોરખા કમાંડર અમરસિંહ થાપા દ્વારા કરવામાં આવેલ ને ૧૮મી સદીના પ્રારંભે આ મંદિર બનાવેલ છે ને વર્તમાન મંદિરનું પુન:નિર્માણ જયપુરના રાજઘરાના દ્વારા કરવામાં આવેલ. પ્રત્યેક વર્ષ મેથી ઑક્ટોબરની વચ્ચે પતિતપાવની ગંગા મૈયાના દર્શન કરવા લાખો શ્રદ્ધાળુઓ આવે છે. આ મંદિરના કબાટ અક્ષય તૃતિયા (અખાત્રીજ)ના ખુલે છે ને દિપાવલીના દિવસે કબાટ બંધ થાય છે. બદરીનાથ: પૌરાણિક કથા અનુસાર બદરીનાથધામ વૃક્ષીથી ભરેલ હતું ભગવાન વિષ્ણુએ અહીં બદરી વૃક્ષની છાયામાં ધ્યાન કરેલ. તેની પત્ની દેવીલક્ષ્મી દ્વારા ગ્રહણ કરવામાં આવેલ જેથી કરી તેના પતિને ચમકતી કિરણોથી બચાવી શકાય. ભગવાન વિષ્ણુને બદરીનાથ ધામથી ઓળખાય છે. આ મંદિર ૮મી શતાબ્દી પહેલા એક બૌદ્ધ મંદિર હતું આદિ શંકરાચાર્યએ હિન્દુ ધાર્મિક સ્થળ તરીકે પ્રસ્થાપિક કરેલ. કેદારનાથ: બાર જ્યોતિલિંગ ભારતમાં આવેલ છે તેમાં પાંચમા ક્રમે ‘કેદારનાથ’ મંદિર આવેલ છે. હિમાલયની બરફીલી વચ્ચે બિરાજમાન શિવનું ભવ્ય મંદિર આવેલ છે. આ મંદિરે પાંડવો દ્વારા ભગવાન શિવને પ્રસન્ન કરવાને તેમના આશીર્વાદ લેવા માટે કારણ કે મહાભારતના યુદ્ધમાં તેમના પરિજનોને મારવાનું મહાપાપથી છુટકાર પામવાની મનોકામના કરેલ વાંચકમિત્રો તમે પણ ચારધામની યાત્રા કરી તમારી મનોકામના પૂર્ણ કરો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.