દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર દેશભરમાં અમૃત મહોત્સવની(Azadi ka amrit mahotsav)  ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ‘હર ઘર તિરંગા’ (Har ghar Tiranga)અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત વડપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) દ્વારા દરેક ઘર પર તિરંગો ફરકાવવાનું એલાન આપવામાં આવ્યું છે.આ દરમિયાન દેશન વિવિધ સ્થળોએથી ફરિયાદ મળી રહી છે કે લોકોને તિરંગો ખરીદવા મજબુર કરાઈ રહ્યા છે. આ વિવાદ વચ્ચે ઉત્તરાખંડ(Uttarakhand) ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટનું(Mahendra Bhatt) એક નિવેદન આવ્યું છે જેને લઈને ચર્ચાનો માહોલ વધુ ગરમ થઇ ગયો છે. મહેન્દ્ર ભટ્ટે ભાજપના(BJP) કાર્યકર્તાઓને એવા આદેશ કર્યા છે કે એવા ઘરોની તસવીરો મોકલો જેના પર તિરંગો ના હોય, દેશ એવા લોકો પર  વિશ્વાસ ન કરી શકે.
ઉત્તરાખંડ ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટે હલ્દવાનીમાં આયોજિત આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા તેમણે હર ઘર તિરંગાને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, “દેશ એવા લોકો પર વિશ્વાસ ન કરી શકે કે જેમના ઘર પર આઝાદીના દિવસે તિરંગો લહેરાતો જોવા ના મળે. મને એવા ઘરોની તસવીરો મોકલો કે જેના પર તિરંગો લહેરાતો ન હોય, તેનાથી સમાજના લોકોને ખબર પડશે કે તેઓ તિરંગાનું સન્માન નથી કરતા.”
ભાજપના પ્રદેશ અધ્યક્ષના આ નિવેદનને કોંગ્રેસે ભાજપ અને RSS પર નિશાન સાધ્યું છે, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ કરણ મહરાએ કહ્યું છે કે “શ્રી મહેન્દ્ર ભટ્ટે કહ્યું કે ‘જે ઘરમાં ધ્વજ ન હોય તે ઘર પર વિશ્વાસ ન કરો’, ભટ્ટજીએ બિલકુલ સાચું કહ્યું છે કારણ કે તેઓ જ આ પ્રકારના લોકો છે જેમણે 51-52 વર્ષ સુધી તેમના સગઠનની ઓફિસ પર ક્યારેય રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો ન હતો અને ત્યાં ધ્વજ ફરકાવનાર ત્રણ લોકોએ 2013 સુધી ટ્રાયલનો સામનો કરવો પડ્યો હતો.”
આ સાથે જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતે પણ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ‘ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ ખૂબ જ નમ્ર વ્યક્તિ છે. પરંતુ તેમનું નિવેદન ખૂબ જ દુઃખ પહોંચાડે તેવું છે. કોઈની દેશભક્તિ માપનાર ભાજપ કોણ છે? એવું માપદંડ સેટ ન કરશો કે જ્યાં સુધી પહોંચવું કોઈ પણ નાગરિકને મુશ્કેલ લાગે! જય હિંદ – જય તિરંગા”

Google search engine