યોગી સરકારના દલિત પ્રધાન નારાજ! દિનેશ ખટિકે રાજીનામુ આપતી વખતે સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

યુપીની યોગી સરકારમાં જલશક્તિ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન અને હસ્તિનાપુર મતદારસંઘના વિધાનસભ્ય દિનેશ ખટીકે રાજીનામુ આપ્યું છે. સોશિયલ મીડિયા પર તેમનું રાજીનામુ વાયરલ થઈ રહ્યું છે. રાજીનામાના પત્રમાં ખટીકે યોગી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે જણાવ્યું છે કે દલિત નેતા હોવાને કારણે વિભાગમાં તેના આદેશને કોઈ સાંભળતુ નહોતું અને કોઈ બેઠકની સૂચના પણ આપવામાં આવતી નહોતી. રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે તેમને ફક્ત એક ગાડી આપવામાં આવી છે. વિભાગમાં કામને લઈને થતી ગડબડ સંબંધિત અધિકારીઓ પાસેથી જાણકારી માંગવામાં આવે તો તેઓ જાણકારી આપતા નથી. ટ્રાન્સફરના મુદ્દે જ્યારે દિનેશ ખટીકે અધિકારીઓ પાસે જાણકારી માગી તો તેમને અત્યાર સુધી જાણકારી આપવામાં આવી નથી. પ્રમુખ સચિવ ફોન પર અધૂરી વાત સાંભળીને ફોન કાપી નાંખે છે. નમામી ગંગા યોજનામાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને અધિકારીઓ પોતાની મનમાની કરી રહ્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને લખેલા પત્રમાં રાજ્ય મંત્રી દિનેશ ખટીકે પોતાના વિભાગના અધિકારીઓ પર તમામ પ્રકારના આરોપ લગાવ્યા છે. તેમણે આની એક કોપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજભવનને પણ મોકલી છે. જોકે સરકાર અને પાર્ટી સંગઠનના સ્તરે આની પુષ્ટિ થઈ નથી.
જ્યારે દલિત સમાજના રાજ્યમંત્રીનુ વિભાગમાં કોઈ મહત્વ નથી તો એવામાં રાજ્યમંત્રી તરીકે મારુ કામ દલિત સમાજ માટે બેકાર છે. આ તમામ વાતોને લઈને હુ પોતાના પદેથી રાજીનામુ આપી રહ્યો છુ. જોકે હજુ સુધી તેમનુ રાજીનામુ સ્વીકારાયુ નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.