માનવતા શર્મસાર! છ યુવકે વિદ્યાર્થિનીને નિર્વસ્ત્ર કરીને ઢોરમાર માર્યો, ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ઉત્તર પ્રદેશના હમીરપુરમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થિની સાથે છ યુવકોએ ગેરવર્તન કર્યું હોવાનો મામલો સામે આવ્યો છે અને સોશિયલ મીડિયા પર તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર હમીરપુરના કોતવાલી ક્ષેત્રના સિટી ફોસ્ટ વિસ્તારમાં છ યુવકોએ યુવતીને નિર્વસ્ત્ર કરીને ઢોર માર માર્યો હતો, જે બાદ વિદ્યાર્થિની ગુમ છે.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. છોકરીને દંડા અને બેલ્ટથી મારનારા ત્રણ યુવકને પોલીસે પકડી લીધા છે, જ્યારે અન્ય ત્રણની શોધ ચાલુ છે. પોલીસે જણાવ્યાનુસાર આ ઘટના 16 ઓગસ્ટના દિવસે બપોરે બે વાગ્યે બની હતી. છ છોકરાઓએ વિદ્યાર્થિનીને ઘેરી લીધી હતી અને પાઠ ભણાવવા આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાની જાણકારી મળી છે.

વાયરલ વીડિયોમાં યુવક વિદ્યાર્થિની અને તેના પ્રેમીને મારી રહ્યો છે ત્યારે તેને નિર્વસ્ત્ર કરીને અશ્લીલ હરકતો પણ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, છોકરીને નિર્વસ્ત્ર કરીને તેની છેડતી કરવામાં આવી હતી, પરંતુ ગેંગરેપ કરવામાં આવ્યો નથી. યુવકો બાજુના ગામના છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.