સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Twitterએ બ્લ્યુ ટિક અંગે મહત્વની જાહેરાત કરી હતી અને આ જાહેરાત અનુસાર તેની ટ્વિટર બ્લુ સબસ્ક્રિપ્શન સેવા હવે વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ છે. એટલે કે, અત્યાર સુધી જે ટ્વિટર યુઝર્સ પાસે બ્લુ ટિક હશે તેમના એકાઉન્ટમાંથી કાઢી નાખવામાં આવશે. તેને કાયમ ચાલુ રાખવા માટે હવે યુઝર્સને પૈસા ચૂકવવા પડશે.
વિશ્વભરના લોકોએ હવે Twitter Blue Ticks માટે ચૂકવણી કરવી પડશે, કારણ કે કંપનીએ જાહેરાત કરી છે કે તેની Twitter Blue સબસ્ક્રિપ્શન સેવા હવે વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ છે. એટલે કે, અત્યાર સુધી જે ટ્વિટર યુઝર્સ પાસે બ્લુ ટિક હતા તેમના એકાઉન્ટ પરથી હવે આ બ્લ્યુ ટિક કાઢી નાખવામાં આવશે અને જો આ બ્લ્યુ ટિક કન્ટીન્યુ કરવું હશે તો તમને એ માટે પૈસા ખર્ચવા પડશે. આવો જાણીએ ભારતીય યુઝર્સે હવે કેટલા પૈસા ચૂકવવા પડશે…
ભારતીય યુઝર્સે આટલા પૈસા ખર્ચવાની તૈયારી રાખવી પડશે…
કંપનીના નવા માલિક ઈલોન મસ્કે થોડા મહિના પહેલા જ જાહેરાત કરી હતી કે ટ્વિટર પર મળતાં બ્લુ ટિક હવે ફ્રીમાં નહીં મળે. આ માટે લોકોએ પૈસા ચૂકવવા પડશે. ટ્વીટર બ્લ્યુ ટીક માટે દરેક દેશમાં અલગ-અલગ કિંમતો નક્કી કરવામાં આવી છે. ભારતમાં ટ્વિટર પર બ્લ્યુ ટિક મેળવવા માટે, વ્યક્તિએ દર મહિને 650 રૂપિયા ચૂકવવા પડશે અને એક વર્ષ માટે 7,800 રૂપિયાની કિંમત નક્કી કરવામાં આવી છે. એક વાર્ષિક પ્લાન પણ છે જ્યાં તમે 12% બચાવી શકો છો. અહીં તમારે આખા વર્ષ માટે એક જ વારમાં બ્લુ ટિક માટે 6,800 રૂપિયા ચૂકવવા પડશે. તેની કિંમત દર મહિને 566.67 રૂપિયા છે એટલે કે યુઝર્સ આ પ્લાન લઈને એક હજાર રૂપિયાની બચત કરી શકશે.
શું છે Twitter Blueના બેનેફિટ્સ:
ટ્વિટર બ્લુ સબસ્ક્રિપ્શન લેનાર યુઝર્સને અનેક ફાયદાઓ મળશે. આવો જોઈએ શું છે આ ફાયદાઓ….
લાંબી ટ્વીટ કરી શકશે આ યુઝર્સ. રિપ્લાય અને ક્વોટ લખવા માટે 4 હજાર કેરેક્ટર સુધીની છૂટ આ યુઝર્સને આપવામાં આવશે.
જો કોઈ ટ્વીટ કરવામાં આવે છે, તો તેને 30 મિનિટમાં 5 વખત સંપાદિત કરી શકાય છે.
યુઝર્સ ફુલ એચડી ક્વોલિટીના વીડિયો શેર કરી શકશે.
ટ્વીટર બ્લુ યુઝર્સ પૂરી જાહેરાત જોવાને બદલે અડધી જાહેરાત જોઈને સ્કીપ કરી શકશે, પણ આ ફીચર આવવામાં હજી થોડો સમય લાગી શકે છે.
ટ્વીટ્સ ટોપ પર રાખવામાં આવશે. વેરીફાઈ યુઝર્સને પ્રાથમિકતા આપવામાં આવશે.