મંદિરોમાં અને ધાર્મિક કાર્યોમાંઅને ખઆસ કરીને પૂજા વગેરેમાં કંકુ, હળદર, ચોખા, ફૂલ વગેરે જેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. રાજ્યના અનેક ધાર્મિક સ્થળો, મંદિરોમાં કેમિકલ મિશ્રિત હળદરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. આગામી સમયમાં તેના પર ઉપાયયોજના કરવા માટે બહુ જલદી ફળોત્પાદન, પર્યાવરણ અને વાતાવરણીય ફેરફાર અને અન્ન અને ઔષધ પ્રશાસન એમ ત્રણ વિભાગની સંયુક્ત બેઠક લેવામાં આવવાની હોવાનું પ્રધાન શંભૂરાજ દેસાઈએ કહ્યું હતું.
આયુર્વેદમાં હળદર એ મહત્ત્વનો પાક છે. હળદરનો ઉપયોગ રોજના આહારમાં, દવામાં, સૌંદર્ય પ્રસાધનમાં અને જૈવિક કીટનાશકમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. રાજ્યમાં હળદરના ઉત્પાદન પર વધારો થાય તે માટે ભાર આપવામાં આવી રહ્યો છે. હિંગોલીમાં સ્થાપવામાં આવેલા હરિદ્રા સંશોધન અને પ્રશિક્ષણ કેન્દ્ર માટે ૧૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હોઈ આ વર્ષના બજેટમાં ૧૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં હળદર સંશોધન અને પ્રક્રિયા ધોરણ લાગુ કરવામાં આવ્યા છે.