ઘણા લોકોને નાની ઉંમરમાં સફેદ વાળ થવાની સમસ્યા રહેતી હોય છે. સમય પહેલા સફેદ થઈ રહેલા વાળ ખરાબ ડાયેટ, જેનેટિક્સ, વાળમાં પોષણની કમી, વાતાવરણ અને ખરાબ જીવનશૈલી સાથે જોડાયેલી આદતોનું પરિણામ હોઈ શકે છે. એવામાં આ સફેદ વાળને સમય રહેતા કાળા કરવા જરૂરી છે.
નારિયેળ તેલના અમુક ઘરેલુ ઉપાયથી વાળને કાળા કરી શકાય છે. આ ઉપાયોની અસર ધીરે-ધીરે દેખાય છે પરંતુ પ્રભાવ લાંબા સમય સુધી રહે છે અને આ નુસ્ખા સંપૂર્ણ રીતે પ્રાકૃતિક પણ છે.
મીઠા લીમડામાં સફેદ નાળને કાળા કરવાના પ્રાકૃતિક ગુણ હોય છે. વિટામિન બીથી ભરપૂર લીમડો હેર ફોલિકલ્સના કાળા રંગને યથાવત રાખવાનું કામ કરે છે અને વાળને સફેદ થવાથી રોકે છે. તેમાં બીટા-કેરાટિન પણ હોય છે જે વાળને મૂળમાંથી સફેદ થવાથી રોકવામાં કારગર છે.
માટે ઉપયોગ માટે મુઠી ભરીને મીઠો લીમડાના પાન લઈને તેને એક કપ નારિયેળ તેલમાં શેકી લો. જ્યારે પાન કાળા થઈ જાય તો તેલને ગેસ પરથી ઉતારી લો ઠંડુ કરી તેને એક શીશીમાં ભરી લો. આ તેલ તમારે અઠવાડિયામાં 2થી 3 વખત લગાવવાનું રહેશે.
એલોવેરા જેલનો ઉપયોગ ત્વચા અને વાળ પર લાંબા સમયથી કરવામાં આવે છે. જેનું મુખ્ય કારણ તેના અનેક ગુણોથી ભરપૂર હોવાનું છે. વાળને કાળા કરવા માટે એક બાઉલમાં 2 ચમચી નારિયેળ તેલ, 2 ચમચી એલોવેરા જેલ અને 2 ચમચી લીંબુનું તેલ લો અને તેને સારી રીતે મિક્સ કરો. આ માસ્કને વાળના મૂળથી છેડા સુધી લગાવો અને લગભગ અડધા કલાક સુધી માથા પર રાખ્યા બાદ ધોઈ લો. આ માસ્ક અઠવાડિયામાં બે વાર વાપરી શકાય છે.
સામાન્ય રીતે વાળમાં મહેંદી લગાવ્યા પછી સફેદ વાળ લાલ થઈ જાય છે. પરંતુ જો તમે આ રીતે મહેંદી લગાવશો તો વાળ સફેદ નહીં પણ કાળા થવા લાગશે. આ માટે એક બાઉલમાં એક ચમચી એલોવેરા જેલ સાથે 2 ચમચી નારિયેળ તેલ અને 2 ચમચી મહેંદી મિક્સ કરો. આ મિશ્રણને મિક્સ કર્યા બાદ 20 થી 25 મિનિટ સુધી વાળમાં રાખો અને માથું ધોઈ લો. જો તમે તેને અઠવાડિયામાં એકવાર પણ લગાવો છો, તો તેની અસર સારી રહેશે.