Homeટોપ ન્યૂઝઅમેરિકામાં ફરી ખૂની ખેલ: વર્જીનિયાના વોલમાર્ટ સ્ટોરમાં ફાયરિંગ, 10 લોકોના મોત

અમેરિકામાં ફરી ખૂની ખેલ: વર્જીનિયાના વોલમાર્ટ સ્ટોરમાં ફાયરિંગ, 10 લોકોના મોત

અમેરિકામાં ગન કલ્ચરનું ફરી વરવું પરિણામ આવ્યું છે. વર્જિનિયાના ચેસાપીકમાં આવેલા વોલમાર્ટ સ્ટોરમાં ગોળીબારમાં 10 લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘણા લોકો ઘાયલ થયા છે. ગોળીબારની જાણ થતાં ચેસાપીક પોલીસ ઘટનાસ્થળે પહોંચી પહોંચી હતી અને શૂટરને મારી પાડ્યો હતો.
ચેસાપીક પોલીસ વિભાગનું કહેવું છે કે લગભગ 10 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. પોલીસ બિલ્ડિંગની તપાસ કરી રહી છે. પોલીસનું માનવું છે કે ગોળીબાર કરનાર માર્યો ગયો છે, પરંતુ લોકોને હાલ બિલ્ડિંગથી દૂર રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે.
ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે ફાયરિંગ કરનાર વ્યક્તિ સ્ટોરનો મેનેજર હતો. મેનેજરે બ્રેક રૂમમાં ઘૂસીને સ્ટોરના અન્ય કર્મચારીઓ પર ગોળીબાર કર્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મંગળવારે રાત્રે 10:12 વાગ્યે ફાયરિંગની માહિતી આપતો કોલ આવ્યો હતો. વોલમાર્ટ સ્ટોરની બહાર મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ હજુ પણ તૈનાત છે.
અમેરિકામાં ગોળીબારનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. એક યા બીજા દિવસે અમેરિકાના કોઈના કોઈ શહેરમાંથી ગોળીબારના સમાચાર આવે છે. માત્ર બે દિવસ પહેલાં કોલોરાડો સ્પ્રિંગ્સમાં એક ગે નાઈટક્લબની અંદર એક બંદૂકધારીએ ગોળીબાર કર્યો હતો, જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા અને 18 ઘાયલ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular