ખૂબ જ વિચિત્ર કહી શકાય તેવી ઘટનામા અમેરિકા સ્થિત એક ગુજરાતી ડોક્ટરે પત્ની અને બાળકો બેઠા હતા ત્યારે જ પોતાની ટેસ્લા કારને ૨૫૦ ફૂટ ઊંડે ખીણમા નાખી દીધી હતી. આ ઘટનાની વધારે વિગતો મળી નથી, પરંતુ આ ગુજરાતી ડોક્ટરની સરનેમ પટેલ હોવાનું જાણવા મળ્યું છે. તેઓ પોતે કાર ચલાવતા હતા અને પત્ની તેમ જ બાળકો કારમાં બેઠા હતા. અચાનક તેમણે કાર જાણીજોઈને ખીણમાં પડે તે રીતે ચલાવી હતી. કાર ૨૫૦ ફૂટ નીચે ખીણમાં પડી હતી, પરંતુ સદનસીબે ચારેય જણ બચી ગયા હતા. અમેરિકી પોલીસે ડોક્ટરની ધરપકડ કરી તપાસ ચલાવી છે. હાલમાં તેણે બેદરકારીનો ગુનો નોંધ્યો છે. આ ઘટના પરિવારનો આપઘાત હતો કે પછી હત્યાનો પ્રયાસ કે પછી અકસ્માત હતો તે હજુ જાણવા મળ્યું નથી. આ સાથે ડોક્ટર મૂળ ક્યાંના છે અને અમેરિકાના ક્યા ભાગમાં રહે છે તે પણ જાણવા મળ્યું નથી.
અમેરિકામાં ગુજરાતી ડોક્ટરે પરિવાર સહિત કાર ખીણમાં શા માટે ધકેલી?
RELATED ARTICLES