Homeટોપ ન્યૂઝUS Presidentની પત્નીએ કમલા હેરિસના પતિને કરી કિસ, વીડિયો વાઈરલ

US Presidentની પત્નીએ કમલા હેરિસના પતિને કરી કિસ, વીડિયો વાઈરલ

ન્યૂ યોર્કઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની પત્નીનો એક વીડિયો તાજેતરમાં વાઈરલ થઈ રહ્યો છે, જેમાં બાઈડનની પત્ની ફર્સ્ટ લેડી ઓફ ધ યુએસ જિલ બાઈડને અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના પતિ ડગ એમ્હોફને બધાની હાજરીમાં કિસ કરી હતી ત્યારબાદ બધાની હાજરીમાં બંનેએ એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા.
જિલ બાઈડન અને કમલા હેરિસને કિસ કરતો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી આ બાબત ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટના યુએસ હાઉસની છે, જે સાતમી ફેબ્રુઆરીનો છે. યુએસના સ્ટેટ ઓફ ધ યુનિયનને સંબોધન કર્યા પહેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના પતિ ડગ એમહોફને કિસ કરી હતી, ત્યારબાદ હોલમાં તમામ લોકોએ સૌને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. કેપિટલ હિલ ખાતેના એક કાર્યક્રમની સ્પીચ પછી આ બંનેને કિસ કરવાનો વીડિયો ટિવટર પર વાઈરલ થયો હતો. એક ટિવટર યૂઝરે લખ્યું હતું કે જિલ બાઈડને કમલા હેરિસના પતિના હોઠ પર ચુંબન કરી કર્યું હતું, જ્યારે અન્ય એક યૂઝરે સવાલ કરતા લખ્યું હતું કે શું જિલ બાઈડને કમલા હેરિસના પતિને કિસ કરી હતી? ત્રીજા યૂઝરે લખ્યું હતું કે સ્ટેટ ઓફ ધ યુનિયનની સેક્સી શરુઆત. અહીં એ વાત જણાવવાની કે વેસ્ટર્ન કલ્ચરમાં આ પરંપરા બહુ સામાન્ય છે. હોલીવૂડની સાથે સાથે યુરોપ અને અમેરિકામાં પણ મોટી મોટી હસતિઓ મુલાકાત દરમિયાન એકબીજાને કિસ કરવા્ની સાથે ભેટવાની બાબત પરંપરા છે. બરાક ઓબામા અને ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અન્ય રાષ્ટ્રપતિ પણ જાહેરમાં કિસ કરતા જોવા મળ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular