ચાર દિવસ બાદ રશિયા-યુક્રેનના યુદ્ધને એક વર્ષ પૂરું થઈ રહ્યું છે ત્યારે અમેરિકાના પ્રમુખ જો બાઈડન અચાનક આજે કિવ પહોંચી ગયા હતા. તેમની આ સરપ્રાઈઝ કિવ વિઝિટથી બધા જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. એવું કહેવાઈ રહ્યું છે કે તેમની આ વિઝિટની માહિતી ખૂબ જ ઓછા લોકોને હતી.
યુક્રેન પર રશિયાએ કરેલા હુમલા બાદ અમેરિકન રાષ્ટ્રપતિની આ પહેલી યુક્રેન યાત્રા છે. વાત જાણે એમ છે કે પહેલાં બાઈડન પોલેન્ડના રાષ્ટ્રપતિ એન્દ્રેજ દુદાને મળવા ગયા હતા અને ત્યાંથી તેઓ યુક્રેન પહોંચી ગયા હતા. બાઈડન યુક્રેન પહોંચ્યા એ પહેલાં માત્ર લોકો અંદાજો જ લગાવી રહ્યા હતા કે આટલી બધી હિલચાલ વચ્ચે કોઈ મોટી શખ્સિયત યુક્રેનની મુલાકાતે આવી શકે છે.
24મી ફેબ્રુઆરી, 2022ના રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. યુક્રેન બાદ બાઈડન મ્યુનિચની મુલાકાત પણ લેશે અને ત્યાં તે સુરક્ષા સંમેલનમાં ભાગ લેશે. બાઈડન અચાનક કિવ પહોંચી ગયા હતા અને તેમના આગમન બાદ હવાઈ હુમલાની સાઈરન વાગવા લાગી હતી. બાઈડનના આ નિર્ણય દુનિયાભરના નિષ્ણાતો ચોંકી ઉઠ્યા છે.
Taking a walk in #Kyiv pic.twitter.com/75yeCHffDO
— Michael A. Horowitz (@michaelh992) February 20, 2023