‘ચીયર્સ’ અને ‘ડ્રોપ ડેડ ગોર્જિયસ’ ફેમ અમેરિકન એક્ટર કર્સ્ટી એલીનું કેન્સર સામેની લડાઈ બાદ 71 વર્ષની વયે નિધન થયું છે. જોકે, તેને કયું કેન્સર હતું તેની જાણ થઇ નથી. તેના નિધનથી ફેન્સ અને નજીકના સંબંધીઓને ભારે આઘાત લાગ્યો છે.
એલી તેની અંતિમ ક્ષણોમાં ફ્લોરિડાના મોફિટ કેન્સર સેન્ટરમાં પ્રિયજનોથી ઘેરાયેલી હતી. એલીના મૃત્યુની જાહેરાત તેના બાળકો વિલિયમ સ્ટીવેન્સન અને લિલી પ્રાઈસ સ્ટીવનસને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર કરી હતી અને જણાવ્યું હતું કે “તે સ્ક્રીન પર જેટલી આઇકોનિક હતી, તેટલી જ અદ્ભુત માતા અને દાદી હતી.”
એલીએ લોકપ્રિય ટીવી શ્રેણીમાં પબ મેનેજર અને વેઈટ્રેસ તરીકેની ભૂમિકા માટે એમી એવોર્ડ અને ગોલ્ડન ગ્લોબ જીત્યો હતો. 1989ની ફિલ્મ લુક હુઝ ટોકિંગમાં જોન ટ્રવોલ્ટા અને કિર્સ્ટી એલીએ અભિનય કર્યો હતો. જોન ટ્રાવોલ્ટા સહિત અન્ય ઘણા હોલિવૂડ સેલિબ્રિટીઓએ સોમવારે એલીને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ દિગ્ગજ અભિનેત્રીએ દુનિયાને અલવિદા કહ્યું

RELATED ARTICLES