USA Abortion Rights: સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કરી રહ્યા છે હોલીવૂડના કલાકારો, જાણો શું છે આખો મામલો

દેશ વિદેશ

અમેરિકાની સુપ્રીમ કોર્ટે અબોર્શનના યુનિવર્સલ રાઈટ્સને રદ કરવાનો ચુકાદો આપ્યા બાદ હોલીવૂડના કલાકારોની પ્રતિક્રિયા સામે આવી રહી છે. પોપ સિંગર ટેલર સ્વિફ્ટે ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે, હું ખૂબ જ ડરેલી છું. આટલા દાયકા બાદ લોકો પોતાના શરીર માટે અને હવે પોતાના અધિકાર માટે લડી રહ્યા છે. આજના ચુકાદાથી બધુ જ છીનવાઈ ગયું છે.

પોપ સિંગર સેલેના ગોમ્ઝે પણ ટ્વીટ કર્યું હતું કે એક બંધારણીય અધિકાર છીનવાઈ જતાં જોવું એ ખૂબ જ બિહામણું છે. એક મહિલાને પોતાના શરીર સંબંધિત નિર્ણય લેવાના અધિકારો હોવા જોઈએ, પરંતુ હવે બધુ ખતમ થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે.

હેલી બીરીએ ટ્વીટર પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, હું આજે નારાજ છું. સુપ્રીમ કોર્ટે જે નિર્ણય લીધો એ અયોગ્ય છે. મહિલાઓની સરખામણીમાં બંદૂક પાસે વધુ અધિકાર છે. મહિલાઓ પર થતાં આ અત્યાચારને રોકો અને પોતાના કાયદાને અમારા શરીરથી દૂર રાખો.

એક્ટ્રેસ સિંથિયા નિક્સને પણ આકરી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય એક ડિઝાસ્ટર છે.

અમેરિકન કલાકારોની આકરી પ્રતિક્રિયા વચ્ચે બોલીવૂડ અભિનેત્રી રિચા ચઢ્ઢાએ પણ કહ્યું હતું કે, તમે જ્યાં સુધી લડતા નથી ત્યાં સુધી તમને અધિકાર પણ નથી મળતો.
નોંધનીય છે કે અમેરિકાની સુપ્રીમ કોર્ટે મહિલાઓને ગર્ભપાતનો અધિકાર આપતો 50 વર્ષ જૂનો ચુકાદો પલટી નાખ્યો છે. આ ચુકાદાના કારણે અમેરિકામાં લાખો મહિલાઓ ગર્ભપાતનો અધિકાર ગુમાવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.