બોલીવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા અને ક્રિકેટર ઋષભ પંચ વચ્ચે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા કોલ્ડ વોર ખતમ થવાનું નામ લઈ રહ્યું નથી. મળતી માહિતી અનુસાર બુધવારે ઉર્વશી મુંબઈમાં ગણપતિના દર્શને પહોંચી હતી, જ્યાં ફોટોગ્રાફર્સ પણ ઉપસ્થિત હતાં. ઉર્વશીને જોઈને અચાનક પબ્લિકે ઋષભ પંતના નામના નારા લગાવ્યા. તે સમયે તો ઉર્વશીએ રિએક્ટ નહીં કર્યું, પરંતુ બાદમાં ઈન્સ્ટાગ્રામ પર આ ઘટનાનો વીડિયો શેર કરીને લખ્યું હતું કે, આવું સાચ્ચે જ બંધ થવાની જરૂર છે, નહીં તો…

આ પોસ્ટથી અંદાજો લગાવી શકાય છે કે ઉર્વશીને લોકોની આ હરકત પસંદ આવી નથી. તેથી નારાજ ઉર્વશીએ ચેતવણી આપી હતી. હવે જોવું એ રહ્યું કે લોકો ઉર્વશીની આ ચેતવણીને ગંભીરતાથી લેશે કે નહીં.

Google search engine