ટીવી એક્ટ્રેસ ઉર્વશી ધોળકિયા સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. તેણે તાજેતરમાં પોતાના એક બિકિની લૂકની તસવીરો શેર કરી હતી. તેણે સ્ટ્રેચ માર્ક્સ ફ્લોન્ટ કરીને કેપ્શનમાં લખ્યું હતું કે મારે જે રીતે જીવન જીવવું છે તે રીતે જીવીશ, મહિલાઓને હંમેશા જજ કરવામાં આવે છે કે તે શું પહેરે છે, કેવી દેખાય છે, કેવી રીતે વર્તે છે. પિક્ચર પરફેક્ટ હોવાનું પ્રેશન મેં ક્યારેય લીધું છે. હું ઈચ્છુ છું કે એક મહિલા તરીકે મારી શરતે મારી ઈચ્છા મુજબ જીવન જીવવાનો અધિકાર છે. મેં મારું ગૌરવ અને સ્વાભિમાન મેળવ્યું છે. મેં મારી ગરિમા અને આત્મસન્માન મારા સિવાય કોઈએ કમાવ્યું નથી, મારે બીજા કોઈની સાબિતી આપવાની જરૂર નથી. આપણું શરીર દરરોજ બદલાય છે અને આપણે આપણા કદ અને આકાર દ્વારા નિર્ણય લેવાની જરૂર નથી. યુઝર્સ ઉર્વશીના આ બોલ્ડ મૂવના વખાણ કરી રહ્યા છે.