સોશિયલ મીડિયા પર ઉર્ફી જાવેદ એક એવું નામ છે કે જે ખૂબ જ ટ્રેન્ડમાં રહે છે. દરરોજ કોઈને કોઈ કારણસર ઉર્ફી ટ્રેન્ડમાં રહે છે પછી તે અજીબો ગરીબ ફેશન સેન્સને કારણે હોય કે દુબઈમાં પોલીસે કરેલી ધરપકડ હોય. અત્યારે ફરી ઉર્ફી ટ્રેન્ડમાં છે અને તેનું કારણ છે તેણે પોસ્ટ કરેલો વીડિયો. ઉર્ફીએ નવા વીડ્યોથી તેણે સોશિયલ મીડ્યા પર આગ લગાવી દીધી છે.
આ નવા વીડિયોમાં તેણે અજીબોગરીબ વસ્તુથી ટોપ તૈયાર કર્યો છે, જે ઓલમોસ્ટ ટ્રાન્સપરેન્ટ છે. આ અનોખા ટોપથી વધારે લોકોની નજર ઉર્ફીની જિન્સ પર અટકી છે, કારણ કે તેણે જિન્સના બટન ખોલીની વીડિયોમાં પોઝ કરી રહી છે. તેના આ બોલ્ડ લૂકને ફરી એક વખત લોકોને ચોંકાવી દીધા છે, કારણ કે ઉર્ફી ફરી એક વખત કંઈક નવું લઈને આવી છે. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે આ જ પ્રકારની બોલ્ડનેસના ચક્કરમાં તે સોશિયલ મીડિયા પર ટ્રોલ તો થાય જ છે, પણ તેની સાથે સાથે જ તેના પર અનેક કેસ અને પોલીસ ફરિયાદ પણ નોંધાયેલી છે. ઉર્ફીની આ રીલ પોસ્ટ થયાના થોડાક જ સમયમાં ખૂબ વાઈરલ થઈ ગઈ હતી.