પોતાની વિચિત્ર ફેશન સ્ટાઈલને કારણે અવારનવાર ચર્ચામાં અને લાઈમલાઈટમાં રહેતી ઉર્ફી જાવેદ ફરી એક વખત ચર્ચામાં આવી છે. પણ આ વખતે ચર્ચામાં આવવાનું કારણ તેની વિચિત્ર ફેશન સેન્સ નહીં પણ તુનીષા શર્મા આત્મહત્યા પ્રકરણમાં તેણે કરેલી કમેન્ટ છે. સોશિયલ મીડિયા પર મૂકેલી લાંબી પોસ્ટમાં એવું લખ્યું છે કે તુનીષાના બોયફ્રેન્ડે ચોક્કસ તેને ચીટ કરી હશે, પણ તમે એને તુનીષાના મૃત્યુ માટે જવાબદાર ના માની શકો. ઉર્ફીએ પોતાની લાંબી લચક પોસ્ટમાં લખ્યું છે કે તુનિષાના બોયફ્રેન્ડે એને ચીટ કરી હશે, પણ આ કારણસર એને તુનીષાના મૃત્યુ માટે જવાબદાર ના માની શકાય. તમે કોઈને તમારી લાઈફમાં રહેવા માટે ફરજ ના પાડી શકો જો એ વ્યક્તિની ઈચ્છા ના હોય તો.
કોઈ પણ વ્યક્તિ તમારા જીવનમાં એટલું મહત્ત્વનું નથી હોતું કે તમે એની પાછળ તમારું જીવન ટૂંકાવી દો. શક્ય છે કે ઘણી વખત તમને લાગે કે આ દુનિયાનો અંત છે, પણ મારો વિશ્વાસ કરો કે આવું નથી હોતું. જે લોકો તમને પ્રેમ કરે છે એ લોકોનો વિચાર કરો. તમારી જાતનો હીરો જાતે જ બનો, બસ થોડો સમય આપો. આત્મહત્યા કરીને જો તમને એવું લાગી રહ્યું હોય કે બધી સમસ્યાનો અંત આવી જાય છે તો એવું નથી હોતું. જે લોકો પાછળ રહી જાય છે એમણે ઘણું બધું સહન કરવું પડે છે.