ઉર્ફી જાવેદે હદ વટાવી તો યુઝર્સ બોલ્યા ઉર્ફી નહીં આ તો બર્ફી છે!

ફિલ્મી ફંડા

સોશિયલ મીડિયા સેન્શેસન ઉર્ફી જાવેદ ફરી એક વાર નવા લૂકમાં ચાહકોને ઈમ્પ્રેસ કરવા આવી ગઈ છે. ઉર્ફીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તસવીરો શેર કરી છે, જેમાં તે ટોપલેસ તો થઈ છે, પણ ટ્વિસ્ટ સાથે. ઉર્ફીએ તેના શરીરના આગળના ભારમાં ચાંદીનું વરખ લગાવીને બોડી પાર્ટને કવર કર્યું છે. ઉર્ફીનો આ અત્યંત બોલ્ડ ફોટોશૂટ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

ઉર્ફીએ તસવીરો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું હતું કે ઈલ્યૂમિનેટિંગ, આ માટે મેં ચાંદીના વરખનો ઉપયોગ કર્યો છે. ઉર્ફીના ચાહકોને તેનો આ બોલ્ડ અંદાજ બેહદ પસંદ આવી રહ્યો છે. યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે કે આ ઉર્ફી નહીં બર્ફી છે. જોકે, એક યુઝરે લખ્યું હતું કે, આવો ફોટોશૂટ કરાવીને શું ફાયદો મળતો હશે. આ ખૂબ જ વધુ પડતું થઈ રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.