એક્ટ્રેસ ઉર્ફી જાવેદ અને ભાજપનાં નેતા ચિત્રા વાઘ વચ્ચેનો વિવાદ કંઈ શમવાનું નામ નથી લઈ રહ્યું. રોજ સવાર પડેને બંને જણ એકબીજા સામે આક્ષેપબાજી શરુ કરી દે છે. હવે ચિત્રા વાઘે ઉર્ફીના બોલ્ડ કપડાં સામે વાંધો ઉઠાવીને તેની ધરપકડ કરવાની માગણી કરી છે.
આ પ્રકરણમાં હવે ઉર્ફીની પોસ્ટ વાઈરલ થઈ રહી છે અને તેમાં તેણે આત્મહત્યાનો ઉલ્લેખ કર્યો છે. આવો જોઈએ શું છે ઉર્ફીની ઈન્સ્ટાગ્રામની પોસ્ટમાં-
”મને ખબર છે કે રાજકારણીઓ વિરુધ્ધ પોસ્ટ અપલોડ કરવી એ ખૂબ જ જોખમી છે. પણ આ લોકોને કારણે મારા મનમાં આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા છે. કાં તો હું મારો જીવ લઈ લઈશ કે પછી મારા મનની વાતો કહીને તેમના દ્વારા મારી હત્યા કરવામાં આવે. આ બધાની શરુઆત મેં નથી કરી. મેં ક્યારેય કોઈ સાથે કંઈ ખોટું કર્યું નથી. આ લોકો કારણ વગર મારી પાછળ પડ્યા છે.”
આ પોસ્ટ પહેલાં ઉર્ફીની એક પહેલાંની પોસ્ટમાં ચિત્રા વાઘ અને સંજય રાઠોડની મિત્રતાનો ઉલ્લેખ કર્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં હોવાને કારણે સંજય રાઠોડની ધરપકડ માટે તમે હલ્લાબોલ કર્યું હતું. પણ હવે ભાજપમાં આવતા જ તમારી બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ. હું પણ જો ભાજપમાં પ્રવેશ કરીશ તો શક્ય છે તે તમારી અને મારી પણ મિત્રતા થઈ જશે, એવું મહેણુ પણ ઉર્ફીએ ચિત્રા વાઘને માર્યું હતું.