Homeફિલ્મી ફંડાહિન્દુસ્તાની ભાઉની ધમકી સાંભળીને ભડકી ઉર્ફી જાવેદ, જેલના સળિયા પાછળ મોકલવાની ચેતવણી...

હિન્દુસ્તાની ભાઉની ધમકી સાંભળીને ભડકી ઉર્ફી જાવેદ, જેલના સળિયા પાછળ મોકલવાની ચેતવણી આપી

‘બિગ બોસ ઓટીટી’થી લોકપ્રિયતા મેળવનાર ઉર્ફી જાવેદ દરરોજ પોતાના અતરંગી લુક્સના કારણે સમાચારમાં રહે છે. ક્યારેક લોકોને ઉર્ફીની ફેશન સેન્સ ગમે છે, તો ક્યારેક તે ટ્રોલના નિશાના હેઠળ પણ આવે છે. જોકે, ઉર્ફી તેમને યોગ્ય જવાબ આપવામાં પાછળ નથી રહેતી.
‘બિગ બોસ’માં જોવા મળેલા હિન્દુસ્તાની ભાઉ હવે ઉર્ફી જાવેદ પર ગુસ્સે ભરાયા છે. ઉર્ફીનો ટોપલેસ વીડિયો સામે આવ્યા બાદ હિન્દુસ્તાની ભાઉએ અભિનેત્રીને સુધારવાની ધમકી આપી હતી, જેનો ઉર્ફીએ હવે યોગ્ય જવાબ આપ્યો છે.
ઉર્ફી જાવેદનો ટોપલેસ વીડિયો શેર કર્યા બાદ હિન્દુસ્તાની ભાઉએ પોતાનો એક રિએક્શન વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં તે કહેતો જોવા મળ્યો હતો કે, ‘જય હિન્દ, આ ઉર્ફી જાવેદ માટે એક સંદેશ છે, જે આજે પોતાને એક મોટી ફેશન આઇકોન માને છે… આ ભારતનો રિવાજ નથી, આ આપણી સંસ્કૃતિ નથી. તારા કારણે બહેન-દીકરીઓમાં બહુ ખોટો સંદેશો જાય છે.સુધરી જા નહીંતર તને હું સુધારીશ. એક ભાઈ તરીકે હું પ્રેમથી સમજાવું છું.
હિન્દુસ્તાની ભાઉનો આ વીડિયો જોઈને ઉર્ફી જાવેદ ગુસ્સે થઈ હતી અને તેણે ઈન્સ્ટાગ્રામ પર એનો જવાબ આપ્યો હતો. ‘અને તમે જે અપ-શબ્દો બોલો છો તે ભારતનો રિવાજ છે? કેટલા લોકોએ તમારા દુર્વ્યવહારથી સુધાર્યા છે. હું માત્ર સુધારવાનું જ નહીં બગાડવાનું પણ જાણું છું. હવે તમે મને ખુલ્લેઆમ ધમકી આપી છે, તો શું તમે જાણો છો કે હું તમને જેલના સળિયા પાછળ મોકલી શકું છું. પણ તમે તો ત્યાં ઘણી વખત જઇ આવ્યા છો.’
ઉર્ફીએ આગળ લખ્યું, ‘તમારી અડધી ઉંમરની છોકરીને ખુલ્લેઆમ ધમકી આપીને, જેલમાં જઈને તમે યુવાનોને કેટલો સારો સંદેશ આપ્યો છે. તમને માત્ર પ્રસિદ્ધિ જોઈએ છે. અને શું તમને યાદ છે કે તમે થોડા મહિના પહેલા મારા ફોટોગ્રાફર અને મોહસીનને કહ્યું હતું કે તમે મારી સાથે વાત કરવા માંગો છો અને ઓબેદ આફ્રિદીના કેસમાં મને મદદ કરવા માંગો છો, તમારે ફક્ત પ્રસિદ્ધિ જોઈએ છે અને મેં તમને સીધો ઇનકાર કર્યો હતો.’
ઉર્ફીના આવા ધારદાર જવાબ બાદ હિન્દુસ્તાની ભાઉ શું પ્રતિક્રિયા આપે છે એ જોવું રહ્યું.

RELATED ARTICLES

Most Popular