ઉર્ફી જાવેદ માંદી પડી, હોસ્પિટલમાં થઈ એડ્મિટ

ફિલ્મી ફંડા

સોશિયલ મીડિયા સેન્શેસન ઉર્ફી જાવેદ માંદી પડી ગઈ છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર છેલ્લાં કેટલાક દિવસોથી તેની તબિયત સારી ન હોવાને કારણે તેને હોસ્પિટલમાં એડ્મિટ કરવામાં આવી છે. તેને બે ત્રણ દિવસથી 103 ડિગ્રી તાવ આવી ગયો હતો, જે બાદ તેને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં એડ્મિટ કરવામાં આવી હતી. હાલમાં કેટલાક ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે તે બાદ તેની બીમારી વિશે ખબર પડશે, એવું ડોક્ટરોએ જણાવ્યું છે.
નોંધનીય છે કે ઉર્ફી તેની અતરંગી ફેશન સેન્સને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.