અતરંગી બોલ્ડ ફેશનને કારણે ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદ હાલમાં દુબઈમાં છે અને તે અચાનક બિમાર થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. દુબઈમાં તે ફરવા ગઈ હતી કે શૂટના કામથી એ વિશે જાણકારી પ્રાપ્ત થઈ નથી, પરંતુ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોસ્પિટલના બેડ પરથી એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે પોતાની બિમારી વિશે વાત કરી હતી. તેને વોઈસ બોક્સ ઈન્ફેક્શન થયું છે, જેને કારણે ડોક્ટરોએ તેને વાત કરવાની મનાઈ કરી છે. આ બીમારીમાં ગળામાં સોજો આવવાને કારણે અવાજ દબાઈ જાય છે અને બોલવામાં તકલીફ પડે છે.
