સોશિયલ મીડિયા સેન્સેશન કમ જાણીતી ટીવી સ્ટાર ઉર્ફી જાવેદ પોતાના અંતરંગી અવતારથી ગણતરીના દિવસોમાં સોશિયલ મીડિયા પર લાઈમલાઈટમાં આવી ગઈ છે. રોજેરોજ અવનવા આઉટફીટમાં ચમકીને પચીસ વર્ષીય ઉર્ફી હંમેશાં ઈન્ટરનેટ પર ચર્ચામાં રહે છે ત્યારે મંગળવારે ઉર્ફીના અતરંગી અવતારમાં બ્રેકફાસ્ટ કરતો વીડિયો વાઈરલ કર્યો હતો.
સોફામાં બેઠેલી ઉર્ફીના એક હાથમાં જ્યુસનો એક ગ્લાસ છે અને બીજા હાથમાં પ્લેટ લઈને પોતાના બોલ્ડ અવતારને રજૂ કરે છે. એટલે એક હાથમાં માત્ર જ્યુસના ગ્લાસ અને બીજા હાથમાં પ્લેટ લઈને પોતાના બોડીને ઢાંકતી જોવા મળી હતી. અલબત્ત, પોતાના કાતિલ લૂકથી કેમેરાને પોઝ આપતો વીડિયો વાઈરલ થયા પછી ગણતરીના કલાકોમાં લાખો વ્યૂઅર્સે તેને જોઈને ઠંડીમાં ગરમી વધારી દીધી છે. ઉર્ફીના રોજેરોજના વધતા બોલ્ડ વ્યૂઝ અંગે અનેક ચાહકોએ આવકારી હતી, જ્યારે અનેક લોકોએ તેના આ અવતાર પ્રત્યે ગુસ્સો વ્યક્ત કરીને તેની ટીકા કરી હતી.