ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડમાં રહેતું નામ છે અને તેના ફોટો ક્લિક કરવા પેપરાઝી હંમેશા જ ઉતાવળા હોય છે અને ફેન્સ પણ તેની એક ઝલક જોવા કોઈ પણ લેવલ સુધી જતા રહે છે. જોકે, સામે પક્ષે ઉર્ફી પણ કંઈ કમ નથી. તે પણ સતત ઉટપટાંગ હરકતો કરીને લાઈમલાઈટમાં રહેવાનું પસંદ કરે છે.
હાલમાં સોશિયલ મીડિયા પર ઉર્ફીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે કેઝ્યુલ આઉટફિટ્સની સાથે સાથે અંડરગારમેન્ટ્સ ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે.
આ અનોખા એક્સપરિમેન્ટની સાથે સાથે જ તેણે બ્રાઈટ ગ્લોઈંગ મેકઅપ પણ કર્યો છે. હવે અહીં પણ ઉર્ફી સખણી રહે તો ઉર્ફી શાની. આ વીડિયોમાં ક્યાંક કોઈને પોપકોર્ન ઓફર કરતી દેખાઈ તો ક્યારેક કોઈ છોકરા સાથે ફોટો ક્લિક કરાવતી દેખાઈ. એટલું જ નહીં પેપરાઝી ઉર્ફીની પાછળ એટલા ગાંડા થયા કે તેને વોશરુમ સુધી ફોલો કરતાં દેખાયા… જોકે, ડઘાઈ ગયેલી ઉર્ફીએ વોશરુમમાં જઈને બીજી છોકરીઓને બુમો પાડી-પાડીને કહેવા લાગી.
ઉર્ફી જાવેદ હંમેશની જેમ જ અજીબોગરીબ કપડાં પહેરીને પીવીઆર ફિલ્મ જોવા માટે પહોંચી ત્યારે તેને જોવા માટે લોકો ખૂબ જ ઉત્સુક હતા. પેપરાઝીને પોતાની પાછળ આવતા જોઈને ઉર્ફીએ ત્યાં સુધી કહી દીધું કે હવે વોશરુમની અંદર સુધી આવશો કે શું? જોકે, ત્યાર બાદ ઉર્ફીએ હસી હસીને પોઝ આપવાનું તો ચાલુ જ રાખ્યું હતું.