સોશિયલ મીડિયા પર ઉર્ફી v/s ચાહત! આવેશમાં આવીને ચાહતે કહ્યું ઉર્ફી પત્ની કે માતા બનવાને લાયક…

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

સોશિયલ મીડિયા પર ટીવી એક્ટ્રેસ ચાહત ખન્ના અને ઉર્ફી જાવેદ વચ્ચેનું યુદ્ધ ખતમ ખવાનું નામ લઈ રહ્યું નથી. નોંધનીય છે કે ચાહત ખન્નાનું નામ ઠગારા સુકેશ ચંદ્રશેખર સાથે મની લોંડરિંગ કેસમાં સંકળાયેલું હતું. આ ખબર સામે આવતાં ઉર્ફીએ રિએક્ટ કર્યું હતું, જે ચાહતથી સહન થઈ શક્યું નહીં.
સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આ વોરમાં ચાહતને ગુસ્સો આવી ગયો અને આવેશમાં આવીને તેણે ઉર્ફીને દાદી કહી દીધું હતું તો ઉર્ફીએ પણ તેને આંટી કહ્યું હતું. વાત અહીં ખતમ નથી થતી ઉર્ફીએ ચાહતને ગોલ્ડ ડિગર કહ્યું હતું, જેના જવાબમાં ચાહતે પણ પોતાની ઈન્સ્ટાગ્રામની સ્ટોરીમાં ઉર્ફીને આડે હાથ લીધી હતી.

તેણે પોતાની સ્ટોરીમાં લખ્યું હતું કે, કોઈ સચ્ચાઈ જાણ્યા વગર પબ્લિસિટી માટે કોઈપણ મામલે હસ્તક્ષેપ કરવો એ પોતાને જ મુર્ખ સાબિત કરે છે. મગજ વગરના લોકો સામે દલીલ કરવાનો કોઈ ફાયદો નથી. અક્કલ હોત તો તે કામ કરી રહી હોત અથવા શૂટ કરી રહી હોત. સેમિ ન્યૂડ સ્પોટિંગ ન કરત. ચલો કોઈ વાત નહીં તમે તો આંટી, પત્ની કે માતાને લાયક તો છો નહીં એટલે બીજાને આંટી કહીને ખુશ થઈ જાઓ. અલ્લાહ તમને બુદ્ધિ આપે.

ચાહતના ટોણાનો ઉર્ફીએ જવાબ આપતાં લખ્યું હતું કે, સેમી ન્યૂડ શબ્દ પર જરા ધ્યાન આપો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.