કોંગ્રેસ નેતાની રાષ્ટ્રપતિ પર ટિપ્પણી મુદ્દે સંસદમાં હંગામો, સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસને મહિલા વિરોધી ગણાવી

ટૉપ ન્યૂઝ

કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અંગે કરેલી વિવાદાસ્પદ ટીપ્પણી મુદ્દે સંસદમાં હોબાળો મચ્યો છે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં ભારે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કોંગ્રેસ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું “અપમાન” કરવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ “રાષ્ટ્રીય પત્ની” કહ્યા પછી માફીની માંગ કરી. જોકે અધીર રંજન ચૌધરી પહેલા જ માફી માંગી ચુક્યા છે. કોંગ્રેસે ભાજપ પર મહત્વના મુદ્દા પર ચર્ચાથી ધ્યાન ભટકાવવાનો આરોપ લગાવ્યો છે.

લોકસભામાં BJP સાંસદોનો હોબાળો

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા લોકસભામાં કહ્યું કે, ‘કોંગ્રેસ પાર્ટી આદિવાસી મહિલાઓના સન્માનને પચાવી શકતી નથી. ગરીબ પરિવારની દીકરી દેશના રાષ્ટ્રપતિ બને તે કોંગ્રેસ પાર્ટી પચાવી શકી નથી. સરકારે અધીર રંજનને ટોકીને કહ્યું કે તમે દેશના રાષ્ટ્રપતિનું અપમાન કરી રહ્યા છો. ત્યારે પણ અધીર રંજન ચૌધરીએ પોતે કરેલી ટીપ્પણી પછી ન લીધી. કોંગ્રેસ આદિવાસી વિરોધી, મહિલા વિરોધી, દલિત વિરોધી છે. કોંગ્રેસ અધ્યક્ષ ગૃહમાં હાજર છે, હું તેમને પૂછવા માંગુ છું કે તેઓ દ્રૌપદીએ મુર્મુના અપમાનને મંજૂરી આપી છે. સોનિયાજીએ સર્વોચ્ચ બંધારણીય પદ પર બેઠેલા મહિલાનું અપમાન કરવાની મંજૂરી આપી.’
તેમણે વધુમાં કહ્યું કે, ‘કોંગ્રેસે દેશની માફી માંગવી જોઈએ. આ દેશના ગરીબોની માફી માગો. જે મહિલાએ પંચાયતથી સંસદ સુધી આ દેશની સેવા કરી છે. તમારા પુરુષ નેતાઓ તેમનું અપમાન કરી રહ્યા છે.’
જોકે અધીર રંજન ચૌધરીએ પહેલા જ માફી માંગી લીધી હતી, અને કહ્યું હતું કે આવું ફક્ત જીભ લપસી જવાને કારણે થયું હતું, ભાજપ “રાઈનો પહાડ બનાવી રહી છે”. તેમણે ભાજપ પર મોંઘવારી, અગ્નિપથ યોજના, બેરોજગારી વગેરે પર મહત્વપૂર્ણ ચર્ચાઓ પરથી ધ્યાન હટાવવાનો આરોપ લગાવ્યો. તેમણે એક વીડિયો ટ્વીટ કરીને આ અંગે સ્પષ્ટતા પણ કરી છે.

“>

તે જ સમયે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે અધીર રંજન ચૌધરી પહેલા જ માફી માંગી ચૂક્યા છે.
ભાજપનો આરોપ છે કે ગૃહના નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ‘રાષ્ટ્રપત્ની’ તરીકે સંબોધ્યા હતા. આ સિવાય ચૂંટણી પહેલા કોંગ્રેસે NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને કઠપૂતળી ગણાવી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.