ગુજરાત વિધાનસભા સત્રમાં હોબાળો: કોંગ્રેસના વિધાનસભ્યોને સસ્પેન્ડ કરાયા, વિપક્ષનું વોકઆઉટ

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

ગુજરાત વિધાનસભાના ચૂંટણી પહેલાના અંતિમ સત્રનો પ્રારંભ થઈ ગયો છે. આજે કોંગ્રેસના વિધાનસભ્યોએ વિધાનસભામાં આવતા પહેલા જ વિરોધ શરૂ કરી દીધો હતો. વિપક્ષના નેતાઓએ હાલમાં થઇ રહેલા વિવિધ આંદોલન મુદ્દે ચર્ચા કરવા ગૃહમાં રજુઆત કરી હતી. કોંગ્રેસે ગુજરાતના પ્રાણપ્રશ્નોની વિધાનસભામાં  રજુઆત માટે સમયની માંગણી કરી હતી. પણ અધ્યક્ષે માંગ ન સ્વીકારતા કોંગ્રેસના વિધાનસભ્યો વેલ ધસી આવ્યા હતા અને સુત્રોચ્ચાર કર્યા હત. વિધાનસભ્યોને આજના દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આજે સવારે કોંગ્રેસ વિધાનસભ્યો મોંઘવારી, ભ્રષ્ટાચાર અને સરકારી કર્મચારીઓની માગને લઈને લખાણ લખેલા બેનરો ગળામાં પહેરી વિધાનસભા પરિસરમાં આવ્યા હતા. ત્યાર બાદ કોંગ્રેસના વિધાનસભ્યોએ પોતાના સ્થાને ઉભા થઇ ‘ન્યાય આપો’ના સૂત્રોચાર કર્યા હતા. લગભગ 10 થી 12 વિધાનસભ્યો વેલમાં ઘૂસી ગયા હતા. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ધ્વની મતના બહુમતથી વિધાનસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. જેના બાદ કોંગ્રેસના સભ્યોએ ગૃહમાંથી વોક આઉટ કર્યુ હતું.

વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસને વિનંતી કરતા કહ્યુ કે, ગૃહમાં પ્લે કાર્ડ સાથે નારેબાજી ચાલુ ન રાખશો. ગૃહની ગરિમા જાળવી, ગૃહનું કાર્યવાહી આગળ ચાલવા દો. તમે સિનિયર સભ્યો છો અને લોકોનું પ્રતિનિધિત્વ કરો છો. તમે લોકશાહીના નિયમ હેઠળ રજુઆત કરી શકો છો. ગૃહની અંદર દેખાવો અને ઘરણા કરવા યોગ્ય નથી.

કોંગ્રેસના અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યુ કે,  સરકાર લોકોના પ્રશ્નોની ચર્ચા કરવાથી ભાગે છે. રાજ્યના 15 લાખથી વધુ કર્મચારીઓ રોડ પર આવી ગયા છે. તેમના પ્રશ્નોની ચર્ચા કરવાની કોંગ્રેસે માંગ કરી તો તેના માટે સમય નથી આપવો. ગુજરાતના ખેડૂતોના પ્રશ્નો તેમને સાંભળવા નથી. કોગ્રેસ ખેડૂતો, લમ્પી વાયરસ, પેપર લીંક મુદ્દે ચર્ચા કરવા સમય માંગે છે, પણ સરકાર પાસે સમય નથી. સરકાર બહુમતીના જોરે પોતે નક્કી કરેલા એજન્ડા પર કામ કરવું છે. કર્મચારીઓની માંગણીઓ પર એક કલાક ચર્ચા કરવાની માંગ છે.

“>

 

ધારાસભ્યે જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, ગુજરાતના દરિયા કિનારે ઉતરતા ડ્રગ્સ મુદ્દે ચર્ચા કરવા સરકાર સહમત નથી. કોંગ્રેસ પાર્ટીના વિધાનસભ્યો પ્રજાના પ્રશ્નો મુદ્દે લડતા રહેશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.