બે દિવસ બાદ એટલે કે 1 એપ્રિલ, 2023થી નવા ફાઇનાન્શીયલ યરની શરુઆત સાથે જ UPI દ્વારા લેવડ-દેવડ મોંઘુ થશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) એ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) પેમેન્ટને લઇને એક સર્કયુલર બહાર પાડ્યો છે. જેમાં એપ્રિલની પહેલી તારીખથી UPI દ્વારા કરવામાં આવનાર પેમેન્ટ પર PPI ચાર્જ લગાવવાની જોગવાઇ કરવામાં આવી છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ મંગળવારે બહાર પાડવામાં આવેલ આ સર્ક્યુલર પ્રમાણે NCPI દ્વારા પ્રિપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે PPI લગાવવાની તૈયારી કરવામાં આવી છે. આ ચાર્જ 0.5 થી 1.1 ટકા જેટલો લેવો એવી જોગવાઇ પણ આ સર્ક્યુલરમાં કરવામાં આવી છે. જે અંતર્ગત UPI મારફતે 2000
રુપિયા કે તેથી વધુના ટ્રાન્ઝેકશન પર 1.1 ટકા PPI લગાવવાની સલાહ આપવામાં આવી છે. આ ચાર્જ મર્ચન્ટ ટ્રાન્ઝેકશન એટલે કે જે યુઝર્સ વેપારીઓ ને પેમેન્ટ કરશે તેમને ભોગવવાનો રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે UPI ના માધ્યમથી રોજના 70 ટકાથી વધુ ટ્રાન્ઝેકશન 2000 રુપિયા કે તેથી વધુ હોય છે. NCPI ના સર્ક્યુલરના માધ્યમથી મળતી વિગતો મુજબ 1 એપ્રિલથી UPI પેમેન્ટ એટેલે કે ગૂગલ પે, ફોન પે અને પેટીએમ જેવા ડિજિટલ પેમેન્ટ માધ્યમોથી જો તમે 2000 રુપિયા કે તેથી વધુ પેમેન્ટ કરશો તો તેના માટે તમારે વધારે પૈસા ચૂકવવા પડશે. લગભગ 70 ટકા UPI પેમેન્ટ ટુ મર્ચન્ટ 2000 રુપિયા કરતાં વધુ હોય છે. ત્યારે આવા પેમેન્ટ પર 0.5 થી લઇને 1.1 ટકા ઇન્ટરચેન્જ ચાર્જ લગાવવાની તૈયારી છે.