કેએલ રાહુલે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેમાં શાનદાર મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. પોતાની શાનદાર ઇનિંગ્સથી કેએલ રાહુલે તેના તમામ ટીકાકારોને ચૂપ કરી દીધા હતા. કેએલ રાહુલે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેમાં 91 બોલમાં 75 રન બનાવ્યા હતા. સુનીલ શેટ્ટીએ કેએલ રાહુલની ઈનિંગ જોઈને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. જ્યારે મીડિયાના લોકોએ સુનીલ શેટ્ટીને પૂછ્યું કે કેએલ રાહુલની સદી જોઈને કેવું લાગ્યું તો તેણે કહ્યું, “જબ ઉપરવાલા સાથ હૈ ના ભાઈ, તો બહાર કોઈ કુછ ભી બોલે”.
કેએલ રાહુલે સુનીલ શેટ્ટીની પુત્રી અને બોલીવુડ અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે થોડા દિવસો પહેલા જ જાન્યુઆરીમાં લગ્ન કર્યા હતા. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. લગ્ન પછી, કેએલ રાહુલે ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું, જેના કારણે તેની ઉપ-કપ્તાની પણ છીનવાઈ ગઈ હતી અને ત્યારપછીની બે ટેસ્ટ મેચોમાં તેને ટીમની પ્લેઈંગ ઈલેવનમાંથી પણ બહાર કરવામાં આવ્યો હતો. KL રાહુલે મેચ પછીના પ્રેઝન્ટેશનમાં કહ્યું હતું કે તેની રમતની યોજના સ્કોરબોર્ડને વધારતું અને ફરતું રાખવાની હતી, ભલે તેની આસપાસ વિકેટો પડતી રહે. તેણે એમ પણ કહ્યું કે સામાન્ય ક્રિકેટિંગ શોટ્સને વળગી રહેવું તેના માટે દબાણના સમયમાં કામ કરે છે.
Suniel Shetty sir’s reaction on KL Rahul’s match winning knock! 🙌 #INDvAUS pic.twitter.com/3ES0eTQZhw
— Kunal Yadav (@kunaalyaadav) March 18, 2023
કેએલ રાહુલની અણનમ ઇનિંગ્સ પછી, તેની પત્ની આથિયા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર ખૂબ જ સુંદર હૃદય સ્પર્શી પોસ્ટ શેર કરી હતી. પત્ની આથિયા શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ પર રાહુલનો વીડિયો શેર કરતાં લખ્યું હતું કે “હું જાણું છું તે સૌથી શાંત અને ફ્લેક્સીબલ વ્યક્તિ છે”. આથિયા સિવાય વેંકટેશ પ્રસાદે પણ કેએલ રાહુલના શાનદાર પુનરાગમન બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા કહ્યું હતુ કે, “દબાણના સમયમાં સંયમ રાખીને કેએલ રાહુલની શાનદાર ઈનિંગ. રવિન્દ્ર જાડેજાનો શાનદાર સપોર્ટ અને ભારત માટે સારી જીત.”